BOB FD rates: બેંક ઓફ બરોડાએ FD રેટ 0.15 ટકાથી વધારીને 0.65 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. બેંકના નવા દરો 26 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે. 7-14 દિવસ અને 15-45 દિવસ માટે FDના દર વધીને 3% કરવામાં આવ્યા છે. તેમજ વરિષ્ઠ નાગરિકો માટે દર 3.50 ટકા છે. ઉપરાંત 46 થી 90 દિવસ માટે 4.5 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 5 ટકા છે. 181 દિવસથી 210 દિવસ માટે 5.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 5.75%. 211 દિવસથી 270 દિવસ માટે FD રેટ 5.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 6.25 ટકા છે.
400 દિવસ થી 2 વર્ષ
બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, એક વર્ષથી 400 દિવસ અને 400 દિવસથી 2 વર્ષ માટેના રેટ વધારીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરવામાં આવ્યા છે. 2 વર્ષથી ત્રણ વર્ષ માટે FDના દર વધીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરવામાં આવ્યા છે.
3 વર્ષથી 5 વર્ષ માટે FD રેટ વધીને 6.25 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 6.90 ટકા થઈ ગયા છે. 5 થી 10 વર્ષ માટેના દર વધીને 6.25 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરાયા છે.
444 અને 555 દિવસ
444 દિવસની એફડી સ્કીમમાં દર વધારીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરવામાં આવ્યા છે. 555 દિવસની FD સ્કીમમાં દર વધીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરાયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર