આનંદો! Bank of Baroda આપી રહી છે ઓછી કિંમતે ઘર ખરીદવાનો મોકો, જાણો કેવી રીતે અરજી કરશો

બેંક ઑફ બરોડા

Bank of Baroda: બેંક તરફથી ટ્વિટ કરીને લખવામાં આવ્યું છે કે 16 નવેમ્બર, 2021ના રોજ મેગા ઈ-ઑક્શન કરવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે સસ્તામાં ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બેંક ઑફ બરોડા (Bank of Baroda) તમારા માટે ખાસ ઑફર લાવી છે. આ ઑફરમાં તમને ઓછી કિંમતે ઘર (Residential property) ખરીદવાનો મોકો મળશે. BOB પ્રોપર્ટીનો હરાજી કરવા જઈ રહી છે. આ હરાજી 16મી નવેમ્બરથી શરૂ થશે. આ એવી પ્રોપર્ટી છે જે ડિફૉલ્ટની યાદીમાં આવી ચૂકી છે.

    ઉલ્લેખનીય છે કે IBAPI (Indian Banks Auctions Mortgaged Properties Information) તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. બેંક ઑફ બરોડા (Bank of Baroda) જે પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે તેમાં રહેણાંક મકાનો, કૉમર્શિયલ બિલ્ડિંગ્સ અને ખેતીની સંપત્તિનો સમાવેશ થાય છે.

    ક્યારે થશે હરાજી?

    બેંક ઑફ બરોડાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી છે. બેંક તરફથી ટ્વિટ કરીને લખવામાં આવ્યું છે કે 16 નવેમ્બર, 2021ના રોજ મેગા ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં રહેણાંક અને કોમર્શિયલ સંપત્તિની હરાજી કરવામાં આવશે. અહીં તમે યોગ્ય કિંમતમાં સંપત્તિની ખરીદી કરી શકો છો.

    રજીસ્ટ્રેશન ક્યાં કરવાનું રહેશે?

    બેંક ઑફ બરોડાના મેગા ઈ ઑક્શન માટે ઇચ્છુક લોકોએ e-Bkray પોર્ટલ https://ibapi.in/ પર નોંધણી કરાવવી પડશે. આ પોર્ટલ પર 'બિડર્સ રજિસ્ટ્રેશન' પર ક્લિક કર્યાં બાદ મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડી મારફતે નોંધણી કરાવી શકાય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં આવી શકે છે ધૂમ તેજી, બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝનું અનુમાન 

    KYC દસ્તાવેજનો પડશે જરૂર

    બિડરે જરૂરી KYC ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. KYC દસ્તાવેજોની ઈ હરાજી સર્વિસ પ્રોવાઇડર તરફથી ખરાઈ કરવામાં આવશે. આ માટે બે દિવસનો સમય લાગી શકે છે.

    પ્રોપર્ટી હરાજી માટે વધુ જાણકારી માટે તમે આ લિંક https://www.bankofbaroda.in/e-auction.htm?utm_source=SM&utm_medium=Post&utm_campaign=MegaAuction_km પર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો.

    આ પણ વાંચો: સેફાયર ફૂડ્સ આઈપીઓ: KFC અને Pizza Hutને ચલાવતી કંપનીનો IPO ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    બેંક સમયાંતરે કરે છે હરાજી

    ઉલ્લેખનીય છે કે લોન પર લીધેલી સંપત્તિના કેસમાં જ્યારે સંપત્તિનો માલિક લોનની રકમ નથી ચૂકવતી ત્યારે આવી સંપત્તિ નોટિસ આપીને વિધિવત રીતે જપ્ત કરવામાં આવે છે. જે બાદમાં આવી સંપત્તિની હરાજી કરવામાં આવતી હોય છે. સંપત્તિની હરાજી કરીને બેંક પોતાની બાકીની રકમ વસૂલ કરતી હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: