Home /News /business /Bank locker fee: SBI, PNB અને ICICI બેંક લોકર માટે કેટલો ચાર્જ વસૂલ કરે છે?
Bank locker fee: SBI, PNB અને ICICI બેંક લોકર માટે કેટલો ચાર્જ વસૂલ કરે છે?
બેંક લોકર (પ્રતીકાત્મક તસવીર)
Bank locker fee: બેંકો લોકરની સુવિધા આપે છે તેની જાણ લગભગ દરેક લોકોને હોય છે. જોકે, આ માટે બેંક તરફથી કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેની જાણ મોટાભાગના લોકોને નથી હોતી.
નવી દિલ્હી: મહત્ત્વના દસ્તાવેજ કે પછી જ્વેલરી રાખવા માટે બેંક લોકર (Bank locker) ખૂબ જ પ્રસિદ્ધ છે. જોકે, આ માટે ગ્રાહકોએ બેંક તરફથી નક્કી કરવામાં આવેલી ફી ચૂકવવી (Bank locker fee) પડે છે. બેંકની ફીનો આધાર લોકરની સાઇઝ (Locker size) પર રહેલો છે. આ ઉપરાંત બેંકની બ્રાંચ શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે તેના પર પણ આધાર રાખે છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)એ સેફ ડિપોઝિટ લોકર (Safe deposit locker) માટે ફેરફાર સાથેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. બેંકમાં લોકર અંગેના નવા નિયમો પહેલા જાન્યુઆરી, 2022ના રોજ અમલમાં આવ્યા છે.
બેંકો લોકરની સુવિધા આપે છે તેની જાણ લગભગ દરેક લોકોને હોય છે. જોકે, આ માટે બેંક તરફથી કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેની જાણ મોટાભાગના લોકોને નથી હોતી. અહીં અમે તમને ભારતની ટોંચની બેંકો, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક તરફથી લોકર માટે કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેની માહિતી આપી રહ્યા છીએ.
એસબીઆઈ લોકર ચાર્જ (SBI locker charges)
નાનું લોકર:
અર્બન તેમજ મેટ્રો: રૂપિયા 2,000+GST રૂરલ અને સેમી અર્બન: રૂપિયા 1,500+GST
મધ્ય કદનું લોકર:
અર્બન તેમજ મેટ્રો: રૂપિયા 4,000+GST રૂરલ અને સેમી અર્બન: રૂપિયા 3,000+GST
લાર્જ લોકર:
અર્બન તેમજ મેટ્રો: રૂપિયા 8,000+GST રૂરલ અને સેમી અર્બન: રૂપિયા 6,000+GST
એક્સ્ટ્રા લાર્જ લોકર:
અર્બન તેમજ મેટ્રો: રૂપિયા 12,000+GST રૂરલ અને સેમી અર્બન: રૂપિયા 9,000+GST
અન્ય ચાર્જ: ઉપરના ચાર્જ ઉપરાંત એસબીઆઈ રજિસ્ટ્રેશન ચાર્જ પણ વસૂલ કરે છે. આ ચાર્જ તમારે એક વખત ચૂકવવાનો રહે છે. નાના અને મધ્યમ કદના લોકર માટે તમારે 500 રૂપિયા તેમજ જીએસટી ચાર્જ ચૂકવવો પડે છે. એક્સ્ટ્રા લાર્જ લોકર માટે તમારે 1,000 રૂપિયા તેમજ જીએસટી ચાર્જ ચૂકવવો પડે છે.
આઈસીઆઈસીઆઈ બેંક લોકર ચાર્જ (ICICI Bank locker charges)
ખાનગી બેંક આઈસીઆઈસીઆઈ નાની સાઇઝના લોકર માટે 1,200 રૂપિયાથી 5,000 રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. એક્સ્ટ્રા લાર્જ લોકર માટે બેંક 10,000થી 22,000 રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. આ ચાર્જમાં જીએસટી ચાર્જ સામેલ નથી. આઈસીઆઈસીઆઈ બેંક તરફથી લોકરનો વાર્ષિક ચાર્જ એડવાન્સમાં વસૂલ કરવામાં આવે છે.
પંજાબ નેશનલ બેંકે 15મી જાન્યુઆરીથી લોકરના ચાર્જમાં વધારો કર્યો છે. જે પ્રમાણે રૂરલ અને સેમી-અર્બન વિસ્તારમાં લોકર માટે વાર્ષિક ચાર્જ 1,250 રૂપિયાથી 10,000 સુધી વસૂલ કરવામાં આવે છે. અર્બન અને મેટ્રો માટે બેંક 2,000 રૂપિયાથી 10,000 રૂપિયા સુધી ચાર્જ વસૂલ કરે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર