Home /News /business /Mortgage Loan: જાણો છો રિવર્સ મૉરગેજ લોન વિષે ? અહીં જાણો તમામ માહિતી અને ઉઠાવો લાભ

Mortgage Loan: જાણો છો રિવર્સ મૉરગેજ લોન વિષે ? અહીં જાણો તમામ માહિતી અને ઉઠાવો લાભ

રીવર્સ મૉરગેજ લોનમાં, બેંક તમારું ઘર ગીરવે મુકાવીને તમને દર મહિને પૈસા આપે છે.

Mortgage Loan: વૃદ્ધ લોકો કે જેમની પાછળ કોઈ વારસદાર નથી અને તેમને લાગે છે કે તેમના ગયા પછી ઘરની સંભાળ રાખવા માટે કોઈ રહેશે નહીં, તેઓ રિવર્સ મૉરગેજનો લાભ લઈ શકે છે.

    Reverse Mortgage Loan: તમે હોમ લોન લેવાથી પરિચિત હશો પરંતુ શું તમે જાણો છો કે બેંક તમારા ઘર પર રિવર્સ લોન પણ આપે છે. તેને મૉરગેજ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, હોમ લોન લીધા પછી, બેંક તેની પાસે જમા કરાવેલા તમામ દસ્તાવેજો રાખે છે અને તમને રકમ આપે છે, પછી તમે આ રકમ હપ્તામાં ચૂકવો છો. રિવર્સ મૉરગેજ  આનાથી વિપરીત છે. તેને વૃદ્ધાવસ્થાના આધાર તરીકે જોવામાં આવે છે.

    રીવર્સ મૉરગેજ લોનમાં, બેંક તમારું ઘર ગીરવે મુકાવીને તમને દર મહિને પૈસા આપે છે.  કેટલા પૈસા મળશે, તે ઘરની કિંમત પર નિર્ભર કરે છે. બેંક ઘરની કિંમત પર 60 ટકા સુધી રિવર્સ મૉરગેજ ઓફર કરે છે. જ્યારે રિવર્સ મૉરગેજ લેનાર વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તે ઘર બેંકનું બની જાય છે.

    આ પણ વાંચોઃ તમારી હોમલોનના વ્યાજને ફ્રી કરી દેશે આ SIP, સમજો A to Z ગણતરી

    રિવર્સ મૉરગેજ કોના માટે યોગ્ય


    વૃદ્ધ લોકો કે જેમની પાછળ કોઈ વારસદાર નથી અને તેમને લાગે છે કે તેમના ગયા પછી ઘરની સંભાળ રાખવા માટે કોઈ રહેશે નહીં, તેઓ રિવર્સ મોર્ટગેજનો લાભ લઈ શકે છે. આ સિવાય, ધારો કે કોઈ વૃદ્ધ દંપતીના બાળકો જ્યાં ઘર છે તે સ્થાનથી દૂર રહે છે અને ત્યાં પાછા આવવા માંગતા નથી. આવી સ્થિતિમાં પણ રિવર્સ મૉરગેજનો લાભ મેળવી શકાય છે. આ તમને વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે મદદ કરશે. લગભગ તમામ બેંકો દ્વારા રિવર્સ મૉરગેજ સુવિધા આપવામાં આવે છે.

    વૃદ્ધ લોકો કે જેમની પાછળ કોઈ વારસદાર નથી અને તેમને લાગે છે કે તેમના ગયા પછી ઘરની સંભાળ રાખવા માટે કોઈ રહેશે નહીં, તેઓ રિવર્સ મોર્ટગેજનો લાભ લઈ શકે છે.

    રિવર્સ મૉરગેજ મેળવવા માટેની શરતો


    રિવર્સ મૉરગેજ લેવા માટે તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ. આ લોન માત્ર 15 વર્ષ માટે ઉપલબ્ધ છે. 72 વર્ષની વય વટાવ્યા પછી ઘણી બેંકો આ ઓફર કરતી નથી. જો પતિ અને પત્ની બંને આ માટે અરજી કરે છે, તો પતિની ઉંમર 60 વર્ષ અને પત્નીની ઉંમર 58 વર્ષની હોવી જોઈએ. રિવર્સ મૉરગેજના ઘરની માલિકી તેના મૃત્યુ પછી જ સમાપ્ત થાય છે.

    આ પણ વાંચો:ખાદ્યતેલના ભાવને નિયંત્રણમાં લાવવા સરકારનું મોટું પગલું, મોંઘવારીના તાપમાં મળી શકે છે રાહત

    જો કોઈ સંબંધી ઘર લેવા માંગે તો


    જો કોઈ વ્યક્તિ રિવર્સ મૉરગેજ લીધા પછી મૃત્યુ પામે છે અને તેનો પરિવાર અથવા અન્ય કોઈ આશ્રિત મકાન જાળવી રાખવા માંગે છે, તો તેણે ઘરની કિંમત ચૂકવવી પડશે. તે બેંકને કિંમત ચૂકવીને ઘર ખરીદી શકે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Bank loan, Business news, Earn money, Loan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन