Bank Holidays: આ અઠવાડિયે પાંચ દિવસ બંધ રહેશે બેંક, બ્રાંચ પર જતા પહેલા જાણી લો યાદી

બેંકમાં રજા (પ્રતિકાત્મક તસવીર)

Bank Holidays October 2021: ઓક્ટોબર મહિનામાં તહેવારો હોવાથી બેંકમાં વધારે રજા રહે છે. આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે આ અઠવાડિયે અલગ અલગ શહેરમાં પાંચ દિવસ બેંક બંધ રહેશે.

  • Share this:
    નવી દિલ્હી: ઓક્ટોબર મહિના રજાઓનો મહિનો (October 2021) છે. મોટા તહેવાર આ મહિનામાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) તરફથી જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે આ અઠવાડિયે દેશભરમાં પાંચ દિવસ સુધી બેંક બંધ રહેશે. ઓક્ટોબર મહિનામાં બાકીના દિવસોમાં અલગ અલગ ઝોન પ્રમાણે કુલ સાત રજા રહેશે. આ રજાઓમાં રવિવાર અને બીજો શનિવાર સામેલ છે. ઓક્ટોબરમાં અનેક તહેવાર (Festivals in October 2021) હોવાથી આ મહિના રજાઓની યાદી જરા લાંબી (October 2021 Bank holidays list) છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ (RBI) તરફથી જાહેર કરવામાં આવતી યાદી રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે કોઈ દિવસે એક રાજ્યમાં જે તે દિવસે રજા હોય તો બીજા રાજ્યમાં એ દિવસ બેંકો ચાલુ હોય તેવું પણ બની શકે છે.

    આથી જો તમે બેંકના કામ માટે બહાર જઈ રહ્યા છો તો ઘરેથી નીકળતા પહેલા બેંક રજાઓની યાદી પર એક નજર કરી લો તે સલાહભર્યું છે. આવું કરવાથી તમને ધક્કો નહીં પડે. ઉલ્લેખનીય છે કે દર રવિવાર અને બીજા અને ચૌથી શનિવારે આખા દેશમાં બેંક બંધ રહે છે. આ ઉપરાંત અલગ અલગ તહેવાર પ્રમાણે રાજ્યમાં બેંકો બંધ રહેતી હોય છે.

    ઓક્ટોબરમાં બાકીના દિવસોમાં આવતી બેંક રજા: (Bank Holidays October 2021)

    1) October 19 - ઈદ-એ-મિલાદ (અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કાનપુર, કોચી, લખનઉ, મુંબઈ, નાગપુર, ની દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર, થિરુવનંતપુરમ)

    2) October 20 - મહર્ષી વાલ્મિકી જયંતી/લક્ષ્મી પૂજા/ઇદ-મિલાદ (અગરતલા, બેંગલુરુ, ચંદીગઢ, કોલકાતા, શિમલા)

    3) October 22 - શુક્રવાર Eid-i-Milad-ul-Nabi (જમ્મુ, શ્રીનગર)

    4) October 23 - ચોથો શનિવાર

    5) October 24 - રવિવાર

    6) October 26 - Accession Day (જમ્મુ, શ્રીનગર)

    7) October 31 - રવિવાર

    આ કામ પર પડશે અસર

    બેંકોનું મોટાભાગનું કામ હવે ઑનલાઇન થઈ ગયું છે. પરંતુ ચેક ક્લિયરિંગ અને KYC અપડેટ જેવા મહત્ત્વના કામ માટે બેંકમાં જવું પડે છે. બેંકોમાં રજા રહેતી હોવાથી KYC અપડેટ કરાવવા સહિતના કામમાં મુશ્કેલી પડી શકે છે. આ ઉપરાંત ચેક ક્લિયરિંગની પ્રોસેસમાં પણ સમય લાગે છે. બેંકમાં રોકડ ભરી કે ઉપાડી પણ નથી શકતી. આ ઉપરાંત જે કામ માટે ફરજિયાત બેંકની બ્રાંચમાં જવું પડે છે તેવા કામ થઈ શકતા નથી.

    આ પણ વાંચો: Tata Punch: જુઓ અંદરથી કેવી દેખાય છે દેશની સૌથી સુરક્ષિત કાર, કેટલી માઇલેજ આપશે?

    આ રીતે બેંક રજાની યાદી ચેક કરો

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: