નવી દિલ્હી. કોરોના વાયરસની બીજી લહેર (Second Wave of Coronavirus)થી દેશભરમાં હાહાકાર છે. એવામાં સ્થિતિને જોતાં લગભગ તમામ બેંકોએ પોતાના ગ્રાહકોને ઓનલાઇન સર્વિસ (Online Banking Service)ની સુવિધાઓ આપી છે, જેથી તેમને બ્રાન્ચના ધક્કા ન ખાવા પડે. બીજી તરફ, લૉકડાઉન જેવા પ્રતિબંધોની વચ્ચે બેંકોમાં અવર-જવર પણ ઓછી છે. તેમ છતાંય જો આપને કોઈ જરૂરી કામ છે તો જાણી લો કે કયા દિવસે તમે આ કામ કરી શકો છો.
જૂન મહિનામાં બેંકો 9 દિવસ બંધ રહેવાની છે. આ રજાઓની યાદી જોઈને આપ પોતાના જરૂરી કામ પૂરા કરી શકો છો. તો આવો જાણીએ જૂન મહિના (Bank Holidays in June)માં ક્યારે-ક્યારે અને કેમ બેંકમાં રજા રહેવાની છે...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી બેંકની રજાઓની યાદી (Bank Holidays List) જાહેર કરવામાં આવે છે. તેમાં રાજ્યના હિસાબથી તમામ બેંકોની રજાઓ નક્કી થાય છે. RBI તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓ મુજબ, સાપ્તાહિક રજાઓ અને હોલિડે મેળવીને જૂન મહિનામાં કુલ 9 દિવસ બેંકો બંધ રહેશે. જૂન મહિનામાં આ વખતે કોઈ મોટો તહેવાર નથી, તેથી સાપ્તાહિક રજા ઉપરાંત માત્ર 3 સ્થાનિક તહેવારો છે, જે દિવસે જે-તે રાજ્યમાં બેંકો બંધ રહેશે.