Bank Holidays: સપ્ટેમ્બરમાં 12 દિવસ માટે Banks રહેશે બંધ, અત્યારથી જ કરી લો જરૂરી પ્લાનિંગ

પ્રતીકાત્મક તસવીર

Bank Holidays in September 2021- બેંકમાં જતા પહેલા, તે જાણવું જરૂરી છે કે, કઈ તારીખે બેંકમાં રજા છે એટલે કે બેંકો બંધ રહેશે.

  • Share this:
    નવી દિલ્હી: આજકાલ બેંક સંબંધિત લગભગ તમામ કામ ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) દ્વારા થાય છે. તેમ છતાં, કેટલીકવાર આપણે કેટલાક મહત્વપૂર્ણ કામ માટે બેંકમાં જવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, બેંકમાં જતા પહેલા, તે જાણવું જરૂરી છે કે, કઈ તારીખે બેંકમાં રજા છે એટલે કે બેન્કો બંધ રહેશે. દર મહિનાની જેમ, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આપવામાં આવેલી રજાઓ અનુસાર, સપ્ટેમ્બર (Bank Holidays in September 2021) મહિનામાં કેટલાક ખાસ પ્રસંગોએ બેંકો બંધ રહેશે.

    તમામ રાજ્યો માટે અલગ અલગ નિયમો

    આરબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, સપ્ટેમ્બરમાં બેંકો કુલ 12 દિવસ માટે બંધ રહેશે. આમાં સાપ્તાહિક રજાઓ પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે, RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદીમાં કેટલીક એવી રજાઓ છે જે ફક્ત સ્થાનિક રાજ્ય સ્તરે જ અસરકારક છે. આ રજા તમામ રાજ્યોમાં રહેશે નહીં કારણ કે, કેટલાક તહેવારો અથવા ઉત્સવો આખા દેશમાં એક સાથે ઉજવવામાં આવતા નથી. જેથી રાજ્ય પ્રમાણે આ રજાઓ અલગ અલગ રહેશે.

    બેંક રજાઓની સૂચિ જુઓ-

    >> 5 સપ્ટેમ્બર - રવિવાર
    >> 8 મી સપ્ટેમ્બર - શ્રીમંત સંકરદેવ તારીખ (ગુવાહાટી)
    >> 9 સપ્ટેમ્બર - તીજ હરિતાલિકા (ગંગટોક)
    >> 10 સપ્ટેમ્બર - ગણેશ ચતુર્થી/સંવત્સરી (ચતુર્થી પક્ષ)/વિનાયક ચતુર્થી/વરસિદ્ધિ વિનાયક વ્રત (અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, પણજી)
    >> 11 સપ્ટેમ્બર - મહિનાનો બીજો શનિવાર / ગણેશ ચતુર્થીનો બીજો દિવસ (પણજી)
    >> 12 સપ્ટેમ્બર - રવિવાર
    >> 17 સપ્ટેમ્બર - કર્મ પૂજા (રાંચી)
    >> 19 સપ્ટેમ્બર - રવિવાર
    >> 20 સપ્ટેમ્બર - ઇન્દ્રજત્રા (ગંગટોક)
    >> 21 સપ્ટેમ્બર - શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી, તિરુવનંતપુરમ)
    >> 25 સપ્ટેમ્બર - મહિનાનો ચોથો શનિવાર
    >> સપ્ટેમ્બર 26- રવિવાર

    આ પણ વાંચો -  શું છે Digital Gold? રોકાણ પહેલા જાણી લો આ જરૂરી વાત, નહીં તો થશે મોટું નુકસાન

    ઓગસ્ટમાં 28,29,30 બેંકમાં છે રજા

    આ મહિનાના અંતિમ સપ્તાહમાં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બેંક બંધ રહશે. જોકે, આ દરમિયાન ઓનલાઇન બેન્કિંગ સર્વિસ (Online Banking Service) અને એટીએમ સર્વિસિસ (ATM Service) ચાલુ રહેશે. 30 ઓગસ્ટ, 2021ના રોજ જન્માષ્ટમી (Krishna Janmashtami) છે. આ દિવસે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગેંગટોકની બેંકોમાં કામકાજ નહીં થાય. આ ઉપરાંત 28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે, તેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત, 31 ઓગસ્ટ, 2021ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેંકોનું કામકાજ નહીં થાય.
    Published by:Kaushal Pancholi
    First published: