સપ્ટેમ્બર મહિનામાં કયા-કયા દિવસે બંધ રહેશે આપની બેન્ક, ચૅક કરો RBIની યાદી

દેશમાં સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ બંધ રહેશે બેન્કો, જાણો ગુજરાતમાં કેટલા દિવસ બેન્કોમાં રજા રહેશે

દેશમાં સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ બંધ રહેશે બેન્કો, જાણો ગુજરાતમાં કેટલા દિવસ બેન્કોમાં રજા રહેશે

  • Share this:
    નવી દિલ્હીઃ બે દિવસ બાદ સપ્ટેમ્બર (September 2020) મહિનો શરૂ થવાનો છે. આ મહિનામાં અનેક તહેવારો છે, જેના કારણે બેન્કની સાથે અનેક શાસકીય કાર્યાલય પણ બંધ રહે છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ બેન્કો બંધ (Bank Holidays) રહેશે. એવામાં જો તમે કોઈ બેન્કિંગ કાર્ય બેન્કની બ્રાન્ચમાં જઈને કરવાનું આયોજન કરી રહ્યા છો તો એ ચોક્કસ જાણી લેવું જોઈએકે તે દિવસે બેન્કમાં રજા તો નથી ને.

    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના દિશા-નિર્દશ અનુસાર દેશમાં કાર્યરત બેન્ક રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે, સાથોસાથ સપ્ટેમ્બર મહિનામાં વધારાની રજાઓ પણ છે અને કેટલાક ક્ષેત્રીય તહેવારો પણ છે. આ તહેવારો પર દેશના કેટલાક રાજ્યોની બેન્કોમાં રજા રહેશે.

    RBIએ સપ્ટેમ્બર 2020માં બેન્કોની રજાઓની યાદી જાહેર કરી છે. સપ્ટેમ્બરમાં બેન્કો અનેક દિવસ બંધ રહેશે. આવો જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં કઈ-કઈ તારીખે બેન્કો બંધ રહેવાની છે.

    01 સપ્ટેમ્બરઃ સિક્કિમમાં ઓણમના કારણે બેન્કો બંધ રહેશે.
    02 સપ્ટેમ્બરઃ શ્રી નારાયણ ગુરુ જયંતી ઉજવવામાં આવશે. આ દિવસે ગેંગટોક, કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કોમાં રજા રહેશે.
    06 સપ્ટેમ્બરઃ રવિવાર હોવાના કારણે તમામ રાજ્યોની બેન્કોમાં રજા રહેશે.
    12 સપ્ટેમ્બરઃ મહિનાનો બીજો શનિવાર હોવાના કારણે આ દિવસે તમામ રાજ્યોની બેન્કોમાં રજા રહેશે.

    આ પણ વાંચો, Unlock 4: શું નવા ફેરફાર થયા અને શું પહેલાની જેવું જ રહ્યું?

    13 સપ્ટેમ્બરઃ રવિવારે પણ તમામ રાજ્યોની બેન્કો બંધ રહેશે.
    17 સપ્ટેમ્બરઃ મહાલય અમાવસ્યાના કારણે અગરતલા, કોલકાતા અને બેંગલુરુમાં બેન્કોની રજા રહેશે.
    20 સપ્ટેમ્બરઃ રવિવાર હોવાના કારણે સમગ્ર દેશોની બેન્કો બંધ રહેશે.
    21 સપ્ટેમ્બરઃ શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ છે. આ દિવસે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કોની રજા રહેશે.

    આ પણ વાંચો, હવાઈ યાત્રા કરનારાઓ માટે મોટા સમાચારઃ નવા નિયમો જાહેર, માસ્ક પહેરવાનો ઇન્કાર કર્યો તો...

    23 સપ્ટેમ્બરઃ હરિયાણા હીરોઝ શહાદત દિવસના પ્રસંગે હરિયાણામાં બેન્કોમાં રજા રહેશે.
    26 સપ્ટેમ્બરઃ મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશની બેન્કોમાં રજા રહેશે.
    27 સપ્ટેમ્બરઃ રવિવારે પણ તમામ રાજ્યોની બેન્કોમાં રજા રહેશે.
    28 સપ્ટેમ્બરઃ સરદાર ભગતસિંહ જયંતી હોવાના કારણે પંજાબની અનેક બેન્કોમાં રજા રહેશે.
    Published by:Mrunal Bhojak
    First published: