October Bank Holidays: ઓક્ટોબરમાં દેશમાં અલગ અલગ શહેરમાં 21 દિવસ બંધ રહેશે બેંક, જાણો આખી યાદી
October Bank Holidays: ઓક્ટોબરમાં દેશમાં અલગ અલગ શહેરમાં 21 દિવસ બંધ રહેશે બેંક, જાણો આખી યાદી
ઓક્ટોબરમાં કુલ 21 દિવસ બેંક બંધ રહેશે.
Bank Holidays in October 2021: ઓક્ટોબર મહિના દરમિયાન બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જંયતિ (Gandhi birth anniversary)ના દિવસ બેંક બંધ રહેશે. આ રજા આખા દેશમાં લાગૂ પડશે.
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India) આખા વર્ષ દરમિયાન કયા શહેરમાં કયા દિવસે બેન્ક બંધ રહે છે તેની યાદી પ્રસિદ્ધ કરે છે. ઓક્ટોબર મહિનામાં આવતી બેંક રજાઓ પર નજર કરીએ તો અનેક દિવસો એવા છે જ્યારે બેંક બંધ રહેશે. કેલેન્ડર (October 2021 bank holidays list)પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનામાં બેંક અલગ અલગ શહેરમાં 21 દિવસ (21 holidays) સુધી બંધ રહેશે. આ રજાઓમાં બીજો અને ચોથો શનિવાર તેમજ તમામ રવિવારની રજા સામેલ છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવતી યાદી રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે કોઈ દિવસે એક રાજ્યમાં જે તે દિવસે રજા હોય તો બીજા રાજ્યમાં એ દિવસ બેંકો ચાલુ હોય તેવું પણ બની શકે છે.
ઓક્ટોબર મહિના દરમિયાન બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જંયતિ (Gandhi birth anniversary)ના દિવસ બેંક બંધ રહેશે. આ રજા આખા દેશમાં લાગૂ પડશે. આવી જ બીજી એક રજા 15મી ઓક્ટોબરના રોજ આવી રહી છે. આ દિવસે દુર્ગા પૂજા/દશેરા/ વિજયા દશમી છે. આ દિવસે ઇમ્ફાલ અને શિમલા સિવાયની તમામ બેંકોમાં રજા રહેશે.
આગામી મહિના આટલી બધી રજા આવી રહી છે ત્યારે બેંકના ગ્રાહક તરીકે તમારે એ જાણી લેવું જરૂરી બને છે કે કયા દિવસે બેંક બંધ રહેશે. એટલે કે કઈ રજા તમારા શહેર કે રાજ્યને લાગૂ પડશે.
ઓક્ટોબરમાં આવતી બેંક રજા: (Bank Holidays for the month of October 2021)
17) October 22 - શુક્રવાર Eid-i-Milad-ul-Nabi (જમ્મુ, શ્રીનગર)
18) October 23 - ચોથો શનિવાર
19) October 24 - રવિવાર
20) October 26 - Accession Day (જમ્મુ, શ્રીનગર)
21) October 31 - રવિવાર
RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર