Bank Holidays in June: આગામી જૂન મહિના દરમિયાન આઠ બેંક રજાઓ છે. આ રજાઓ ખાનગી અને જાહેર ક્ષેત્રની એમ બંને બેંકો (Bank Holidays) માટે લાગુ પડે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) દ્વારા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ (Negotiable Instrument Act) હેઠળ રજા જાહેર કરવામાં આવતા શનિ-રવિ અને વિવિધ તહેવારોનો આ રજાઓમાં સમાવેશ થાય છે. RBIના હોલિડે કેલેન્ડર (RBI’s holiday calendar)માં જણાવાયા મુજબ સપ્તાહના અંતને બાદ કરતા શેડ્યૂલ વિવિધ શહેરોમાં અલગ-અલગ હશે.
અહીં નોંધનીય છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બેન્ક હોલિડે નોટિફિકેશન અનુસાર, વીકેન્ડની દ્રષ્ટિએ છ બેન્ક હોલિડે હોય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, રજા, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે અને ક્લોઝિંગ ઓફ બેંક એકાઉન્ટ્સ હેઠળ રજાઓ જાહેર કરે છે.
આગામી મહિને બેંકની રજાઓની યાદી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી ચૂકી છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલી બેંક રજાઓ મુજબ તમામ જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વિદેશી બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક બેંકોની શાખાઓ બંધ રહે છે.
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ જૂનમાં માત્ર બે જ બેંકમાં રજાઓ હોય છે, જેમાં 2 જૂનના રોજ મહારાણા પ્રતાપ જયંતી અને 11 જૂનેગુરુ હરગોબિંદ જીનો જન્મદિવસ / રાજા સંક્રાંતિનો સમાવેશ થાય છે. જો કે, આ દિવસોમાં દેશભરની તમામ બેંકો બંધ રહેશે નહીં. જેમ કે, મહારાણા પ્રતાપ જયંતિના અવસર પર 9 મેના રોજ શિલોંગમાં બેંકો બંધ રહેશે, જ્યારે દેશના અન્ય ભાગોમાં આ દિવસે બેંકની રજા નથી. આનો અર્થ એ છે કે મોટાભાગની બેંક રજાઓ ચોક્કસ ક્ષેત્ર પૂરતી મર્યાદિત હોય છે.
આમ તમારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો મુશ્કેલીથી બચવા માટે તમારા ક્ષેત્ર મુજબ જૂનમાં બેંકની રજાઓની પુષ્ટિ કરવા માટે તમારી સ્થાનિક શાખાનો સંપર્ક કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર