Bank Holidays Alert: આગામી 5 દિવસ આ શહેરોમાં બેન્કો રહેશે બંધ, જોઈલો રજાના દિવસ

બેંકમાં રજા (પ્રતિકાત્મક તસવીર)

જુલાઈ મહિનામાં ઘણા દિવસ બેન્કો (Bank Holidays) બંધ રહી છે અને હજુ કેટલાક દિવસ રહેશે. જેથી તમારા બેંક સંબંધિત કામ (Bank Related Work) અટકી પડે તેવી સ્થિતિ છે.

  • Share this:
Bank Holidays : જુલાઈ મહિનામાં ઘણા દિવસ બેન્કો (Bank Holidays) બંધ રહી છે અને હજુ કેટલાક દિવસ રહેશે. જેથી તમારા બેંક સંબંધિત કામ (Bank Related Work) અટકી પડે તેવી સ્થિતિ છે.

વિગતો મુજબ 17 જુલાઈથી સતત 5 દિવસ બેંક (Bank band July 2021) બંધ રહેશે. આ રજાઓ રાજ્યો મુજબ અલગ અલગ છે. જેથી બેંકે જતા પહેલા રજાઓની યાદી ચેક કરી લેવી જોઈએ. ગ્રાહકને તકલીફ ન પડે તે માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કોની રજાઓની યાદી જાહેર કરવામાં આવતી હોય છે.

ચાલુ મહિને એટલે કે જુલાઈમાં બેંકો તહેવારોના કારણે 9 દિવસ બંધ રહેશે. આ ઉપરાંત 6 રજાઓ શનિવાર અને રવિવારની મળશે. કુલ 15 રજા હશે. 9 રજાઓ રાજ્ય મુજબ હોવાથી બેંક બધી જ જગ્યાએ બંધ રહેશે નહીં. જે રાજ્યમાં રજા હશે ત્યાં જ બેંકનું કામકાજ બંધ રહેશે. બેંક બંધ રહેવાથી જે તે રાજ્ય કે વિસ્તારમાં કરોડોના આર્થિક વ્યવહાર અટકી પડશે.

આ પણ વાંચોShare Market : મેદાંતા હોસ્પિટલ લાવશે IPO, 5 ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે વાતચીત શરૂ

5 દિવસ બંધ રહેશે બેંક
> 17 જુલાઈ 2021 - ખારચી પૂજા (અગરતાલા, શિલંગ)
>> 18 જુલાઈ 2021 - રવિવાર
>> 19 જુલાઈ 2021 - ગુરુ રીમ્પોછે કે થુંગકર ત્શેછું (Guru Rimpoche’s Thungkar Tshechu) (ગંગટોક)
>> 20 જુલાઈ 2021 - મંગળવાર - ઈદ અલ અધા (આખા દેશમાં)
>> 21 જુલાઈ 2021 - બુધવાર - બકરીઈદ (આખા દેશમાં)

આ પણ વાંચોNASAની ચેતવણી! ચંદ્ર પરની હલચલથી વિશ્વને ખતરો, 2030માં વિનાશક સમુદ્રી પૂર આવશે

ત્યારબાદની રજાઓ

આગામી સમયમાં આવનારી રજાઓમાં 24 જુલાઈએ ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે. આ ઉપરાંત 25 જુલાઈએ રવિવાર હોવાથી બેંક બંધ રહેશે. આ ઉપરાંત 31મી જુલાઈના રોજ શનિવારે કેર પૂજાના કારણે અગરતલાની બેંકોમાં કામકાજ બંધ રહેશે. બેંકની રજાઓની આખી યાદી જોવા માટે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઈટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પર વિઝીટ કરી શકો છો.
First published: