Bank Holidays: શનિવારથી સતત 11 દિવસ બંધ રહેશે બેંક, જાણો રજાઓની આખી યાદી, ક્યાં ક્યાં બેંકો રહેશે બંધ?

પ્રતીકાત્મક તસવીર

Bank Holidays in July 2021: જો આગામી દિવસોમાં તમારે બેંકનું કોઈ કામ છે તો આ માટે લાંબી રાજ પણ જોવી પડી શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: જો આગામી દિવસોમાં તમારે બેંક સંબંધિત કોઈ કામ છે તો આ જે જ પતાવી લો, નહીં તો તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે. આ મહિને બેંકો કુલ 15 દિવસ બંધ (Bank holiday list in July 2021) રહેશે. જેમાંથી સૌથી વધારે રજા આગામી અઠવાડિયે આવી રહી છે. આવતીકાલ એટલે કે 10મી જુલાઈથી અલગ અલગ રાજ્યમાં કુલ 11 દિવસ સુધી બેંકો બંધ રહેશે. જો તમારે બેંકમાં કોઈ જરૂરી કામ પતાવવાનું છે તે અહીં આખી યાદી રજૂ કરી રહ્યા છીએ કે કયા રાજ્યમાં કયા દિવસે બેંકો બંધ રહેશે.

    10-11 જુલાઇ

    ઉલ્લેખનીય છે કે બીજો શનિવાર હોવાથી 10મી જુલાઈના રોજ બેંકો બંધ રહેશે. જ્યારે તેના પછી રવિવાર આવતો હોવાથી 11મી જુલાઈના રોજ બેંકો બંધ રહેશે. આ જ રીતે 18મી જુલાઈના રોજ રવિવારે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત સોમવારથી લઈને બીજા અઠવાડિયાના બુધવાર સુધી 9 તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. આ દરમિયાન 15 જુલાઈના રોજ કોઈ રજા નથી. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે દર રાજ્યમાં અલગ અલગ તહેવાર પ્રમાણે રજા હોય છે. એટલે કે કોઈ રાજ્યમાં કોઈ તહેવારે બેંકો બંધ (upcoming bank holidays list) રહેતી હોય છે ત્યારે જ બીજા રાજ્યમાં બેંકો ચાલુ રહેતી હોય છે. આથી જે રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી હોય એ રાજ્યમાં જ બેંકોમાં રજા રહે છે.

    આ પણ વાંચો: SBI સેલેરી એકાઉન્ટ: અમર્યાદિત ATM ટ્રાન્ઝેક્શન, 30 લાખનો વીમો, બે મહિનાનો એડવાન્સ પગાર સહિત અનેક ફાયદા

    બેંક રજાઓની યાદી:

    1) 10 જુલાઈ, 2021: બીજો શનિવાર
    2) 11 જુલાઈ, 2021: રવિવાર
    3) 12 જુલાઈ, 2021: સોમવાર- કાંગ (રાજસ્થાન), રથ યાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ)
    4) 13 જુલાઈ, 2021: મંગળવાર- ભાનુ જયંતી (શહીદ દિવસ- જમ્મુ અને કાશ્મીર, ભાનુ જયંતી- સિક્કિમ)
    5) 14 જુલાઈ, 2021: બુધવાર-દ્રુપકા ત્શેચી (ગંગટોક)
    6) 16 જુલાઈ, 2021: શુક્રવાર- રહેલા પૂજા (દહેરાદૂન)
    7) 17 જુલાઈ, 2021: શનિવાર- ખારચી પૂજા ( અગરતલા, શિલૉંગ)
    8) 18 જુલાઈ, 2021: રવિવાર
    9) 19 જુલાઈ, 2021: સોમવાર- ગુરુ રિમ્પોછે કે થુંગકર ત્શેચુ (Guru Rimpoche's Thungkar Tshechu) (ગંગટોક)
    10) 20 જુલાઈ, 2021: મંગળવાર- બકરી ઈદ
    11) 21 જુલાઈ, 2021: બુધવાર- ઈદ ઉલ અધા

    આ પણ વાંચો: સુરત: ચાર વર્ષની બાળકી સાથે અડપલાં, માસૂમે બૂમાબૂમ કરતા નરાધમ પાડોશી યુવક ભાગી ગયો

    RBIની ઑફિશિયલ વેબસાઇટ

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: