Home /News /business /Bank Holidays in February 2022: ફેબ્રુઆરીમાં કુલ 12 દિવસ બંધ રહેશે બેંક, ફટાફટ જાણી લો આખી યાદી

Bank Holidays in February 2022: ફેબ્રુઆરીમાં કુલ 12 દિવસ બંધ રહેશે બેંક, ફટાફટ જાણી લો આખી યાદી

એસબીઆઈ (પ્રતીકાત્મક તસવીર)

Bank Holidays in February 2022: આરબીઆઈએ ફેબ્રુઆરી 2022 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી. ફેબ્રુઆરી મહિનામાં કુલ 12 દિવસ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે.

    મુંબઇ. Bank Holidays in February 2022: ફેબ્રુઆરી મહિનામાં 12 દિવસ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો (Private and Public banks) બંધ રહેશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India) તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી પ્રમાણે બેંકો 12 દિવસ બંધ રહેશે. કેન્દ્રીય બેંકે આ 12 રજાઓને રાષ્ટ્રીય અને ક્ષેત્રિય એમ બે કેટેગરીમાં વહેંચી છે. પ્રથમ કેટેગરીમાં આખા દેશમાં બેંકો બંધ રહે છે, જ્યારે બીજી કેટેગરીમાં જે તે રાજ્યમાં બેંકો બંધ રહે છે.

    ફેબ્રુઆરીમાં મુખ્ય તહેવારમાં વસંત પંચમી અને ગુરુ રવિદાસ જયંતિ છે. આ ઉપરાંત અમુક તહેવારોમાં પોતાના સ્થાનિક તહેવારોને પગલે બેંકો બંધ હેશે. ગ્રાહકોએ જ્યારે બેંકની બ્રાંચમાં જઈને કોઈ કામ કરવાનું થાય છે ત્યારે તેઓ સૌથી વધારે પ્રભાવિત થાય છે. કારણ કે વીકેન્ડ કે રજાના દિવસે ઓનલાઈન સેવાઓ શરૂ રહે છે. પરંતુ બેંકમાં રૂબરૂ જઈને જે કામ કરવું પડે તે કામ કરી શકાતું નથી.

    RBI તરફથી લાગૂ કરવામાં આવેલા નિયમ પ્રમાણે NEFT અને ઑનલાઈન ચેનલ રજાઓના દિવસ પણ ચાલુ રહે છે. જે લોકોએ પોતાના કામ માટે બેંકમાં જવાનું છે તેમના માટે અમે ફેબ્રુઆરી 2022માં આવતી રજાઓની યાદી રજૂ કરી રહ્યા છીએ.

    આ પણ વાંચો: Budget 2022: પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને મળશે મોટી રાહત, ડબલ થશે પીએફ પર ટેક્સ છૂટ!

    1) 2 ફેબ્રુઆરી: ગંગટોક (સિક્કિમ) સોનમ તહેવારને પગલે બેંકો બંધ રહેશે. આ તહેવાર માઘ મહિનાની અમાસના પ્રથમ દિવસે તમાંગો દ્વારા મનાવવામાં આવે છે. (જેને ભગવાન બુદ્ધનો જન્મ માનવામાં આવે છે.)

    2) 5 ફેબ્રુઆરી: સરસ્વતી પૂજા/શ્રી પંચમી/વસંત પંચમીના દિવસે અગરતલા, ભુવનેશ્વર અને કોલકાતામાં બેંકો બંધ રહેશે.

    3) 15 ફેબ્રુઆરી: મોહમ્મદ હઝરત અલી/લુઈ-નાગઈનો જન્મ દિવસ. ઇમ્ફાલ, કાનપુર અને લખનઉમાં બેંકો બંધ રહેશે.

    4) 16 ફેબ્રુઆરી: આ દિવસે ગુરુ રવિવદાસ જયંતિ છે. ચંદીગઢમાં બેંકો બંધ રહેશે.

    5) 18 ફેબ્રુઆરી : ડોલયાત્રાને કારણે કોલકાતામાં બેંકો બંધ રહેશે.

    6) 19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી જયંતિને કારણે બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.

    આ ઉપરાંત રવિવારને પગલે (6, 13, 20 અને 27 ફેબ્રુઆરી) તેમજ બીજા અને ચોથા શનિવારને કારણે (12 અને 26 ફેબ્રુઆરી) બેંકો બંધ રહેશે.

    આ પણ વાંચો: Banking rules: પહેલી ફેબ્રુઆરીથી બદલાઈ જશે બેન્કિંગ સાથે જોડાયેલા આ નિયમ, જાણી લેશો તો ફાયદામાં રહેશો

    RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ તપાસી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Holiday, આરબીઆઇ

    विज्ञापन
    विज्ञापन