Bank Holidays:ઑગસ્ટમાં દેશના જુદા જુદા ભાગોમાં 15 દિવસ બેંકોમાં રજા રહેશે, જુઓ આખું લિસ્ટ
Bank Holidays:ઑગસ્ટમાં દેશના જુદા જુદા ભાગોમાં 15 દિવસ બેંકોમાં રજા રહેશે, જુઓ આખું લિસ્ટ
પ્રતીકાત્મક તસવીર
Bank Holidays August List 2021: આ મહિને ઑગસ્ટમાં રવિવારની રજાઓ સાથે કુલ 15 રજાઓની યાદીનું લિસ્ટ સામે આવ્યું. જુઓ તમારા વિસ્તારમાં આમાંથી કઈ કઈ રજા લાગુ પડી શકે છે
અમદાવાદ : Bank Holidays August 2021: આજકાલ બેંક પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિગ (Internet Banking)માટે પ્રોત્સાહિત કરી રહી છે. તેમ છતાં કેટલાક કામ એવા છે જેના માટે તમારે બેંકની મુલાકાત લેવી પડે છે. દરમિયાન જો તમારે ઑગસ્ટમાં મહત્ત્વના કામો કરવાના હોય તો બેંકની રજાઓની યાદી ચેક કરી લેજો. આ વર્ષે ઑગસ્ટ 2021માં દેશના જુદા જુદા ભાગોમાં બેંક 15 દિવસ બંધ રહેશે. બેંક રજાની આ યાદીનું લિસ્ટ ચેક કરવું હોય તો આ અહેવાલ ખાસ વાંચો
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India RBI) ના નોટિફિકેશન મુજબ તમામ બેંક મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ નિયમ પ્રાઇવેટ અને સરકારી બંને બેંકોમાં લાગુ પડે છે. દરમિયાન આરબીઆઈના કેલેન્ડર મુજબ ઑગસ્ટમાં 8 દિવસ બેંકોની રજા રહેશે અને બાકીના દિવસની જે રજાઓ છે તે અઠવાડિયાની કાયમી રજા છે. આમ દેશના જુદાી જુદા રાજ્યમાં કુલ મળીને 15 દિવસ બેંકની રજા પડી શકે છે.
જોકે, આ રજાઓ દરેક રાજ્ય પ્રમાણે પ્રાદેશિક માળખા મુજબ ગોઠવવામાં આવે છે એટલે તમારા વિસ્તારમાં પૈકીની કઈ રજા લાગુ પડે છે તે નીચેની યાદીમાં ચેક કરી લો