Bank Holidays August List 2021: ઑગસ્ટમાં 15 દિવસ Bank રહેશે બંધ, સતત ચાર દિવસની છે રજા, ચેક કરો આખું લિસ્ટ

ઑગસ્ટમાં આરબીઆઈના કેલેન્ડર મુજબ જુદા જુદા ભાગોમાં રહેશે 15 દિવસની રજા

Bank Holidays August 2021 : આ મહિને ઑગસ્ટમાં રવિવારની રજાઓ સાથે કુલ 15 રજાઓની યાદીનું લિસ્ટ સામે આવ્યું. જુઓ તમારા વિસ્તારમાં આમાંથી કઈ કઈ રજા લાગુ પડી શકે છે.

  • Share this:
    Bank Holidays August 2021: આજકાલ બેંક પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિગ (Internet Banking)માટે પ્રોત્સાહિત કરી રહી છે. તેમ છતાં કેટલાક કામ એવા છે જેના માટે તમારે બેંકની મુલાકાત લેવી પડે છે. દરમિયાન જો તમારે ઑગસ્ટમાં (August-2021) મહત્ત્વના કામો કરવાના હોય તો બેંકની રજાઓની (Bank ?Holidays) યાદી ચેક કરી લેજો. આ વર્ષે ઑગસ્ટ 2021માં દેશના જુદા જુદા ભાગોમાં બેંક 15 દિવસ બંધ રહેશે. બેંક રજાની આ યાદીનું લિસ્ટ ચેક કરવું હોય તો આ અહેવાલ ખાસ વાંચો

    રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India RBI) ના નોટિફિકેશન મુજબ તમામ બેંક મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ નિયમ પ્રાઇવેટ અને સરકારી બંને બેંકોમાં લાગુ પડે છે. દરમિયાન આરબીઆઈના કેલેન્ડર મુજબ ઑગસ્ટમાં 8 દિવસ બેંકોની રજા રહેશે અને બાકીના દિવસની જે રજાઓ છે તે અઠવાડિયાની કાયમી રજા છે. આમ દેશના જુદાી જુદા રાજ્યમાં કુલ મળીને 15 દિવસ બેંકની રજા પડી શકે છે.

    આ પણ વાંચો : Maruti Suzuki લૉન્ચ કરવાની છે બે નવી CNG કાર, કિંમત ફક્ત રૂપિયા 6 લાખ જાણો વિગતો

    જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે દેશના કોઈ પણ રાજ્યમાં એકસાથે આઠ દિવસની રજા નહીં પડે. દરેક રાજ્યમા આરબીઆઈના કેલેન્ડર પ્રમાણે અલગ અલગ રજાઓ જાહેર કરવામાં આવે છે. કેટલાક રાજ્યોની રજાઓ સ્થાનિક તહેવાર અને દિવસ મુજબ જાહેર કરવામાં આવી છે.

    જોકે, આ રજાઓ દરેક રાજ્ય પ્રમાણે પ્રાદેશિક માળખા મુજબ ગોઠવવામાં આવે છે એટલે તમારા વિસ્તારમાં પૈકીની કઈ રજા લાગુ પડે છે તે નીચેની યાદીમાં ચેક કરી લો

    1 ઑગસ્ટ 2021- રવિવારની રજા
    8 ઑગસ્ટ 2021- રવિવારની રજા
    13 ઑગસ્ટ 2021- Patriots Day ઇમ્ફાલમાં બેંક બંધ રહેશે
    14 ઑગસ્ટે 2021- બીજો શનિવાર
    15 ઑગસ્ટ 2021- રવિવારની રજા
    16 ઑગસ્ટ 2021- પારસી નવ વર્ષ
    19 ઑગસ્ટ 2021- મોહરમ અગરતલા, અમદાવાદ, બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંકો બંધ રહેશે
    20 ઑગસ્ટ 2021- મોહરમ અને ઓણમની રજા, બેંગ્લોર, ચેન્નાઇ, કોચીન, કેરળ ઝોનમાં રજા
    21 ઑગસ્ટ 2021- થિરૂણવોણના કારણે કોચી કેરળ ઝોનમાં રજા
    22 ઑગસ્ટ 2021- રક્ષાબંધન રવિવારની રજા
    23 ઑગસ્ટ 2021- નારાયણગુરૂ જયંતિ કોચી, કેરળ ઝોનમાં રજા
    24 ઑગસ્ટ 2021- ચોથો શનિવાર બેંકની રજા
    29 ઑગસ્ટ 2021- રવિવારની રજા
    30 ઑગસ્ટ 2021- જનમાષ્ટમી
    31 ઑગસ્ટ 2021- શ્રી કૃષ્ણ અષ્ટમી હૈદરાબાદ બેંક બંધ
    Published by:Jay Mishra
    First published: