Bank Holidays Alert: આગામી પાંચ દિવસ આ શહેરોમાં બેંક રહેશે બંધ, ફટાફટ જાણી લો યાદી

પ્રતીકાત્મક તસવીર

Bank Holidays Alert: જુલાઈ મહિના (Bank band July 2021)માં બેંકની અનેક રજાઓ (Bank Holidays) આવી ગઈ છે, હજુ ઘણી બાકી છે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમારે બેંક સંબંધી કોઈ કામ છે તો થોડા દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. જુલાઈ મહિના (Bank band July 2021)માં બેંકની અનેક રજાઓ (Bank Holidays) આવી ગઈ છે, હજુ ઘણી બાકી છે. આથી તમે એક વખત બાકી રજાઓ પર નજર કરી લો. 17 જુલાઇથી બેંક સતત પાંચ દિવસ સુધી બંધ રહેશે. જોકે, તમામ રાજ્યોમાં બેંકોમાં અલગ અલગ દિવસોએ રજા હોય છે. રિઝર્વ બેંક (RBI Bank Holidays List) તરફથી રજાની આખી યાદી જાહેર કરવામાં આવી છે, જેનાથી ગ્રાહકો પરેશાન ન થાય.

    રિઝર્વ બેંકની યાદી પ્રમાણે જુલાઈ 2021માં બેંકોમાં તહેવારની નવ રજા રહેશે. જ્યારે છ રજા શનિવાર અને રવિવારની હશે. એટલે કે જુલાઈ 2021ના મહિનામાં કુલ 15 દિવસ રજા રહેશે. ઉલ્લેખનીય છે કે 9 રજા રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે અમુક રાજ્યમાં બેંકો બંધ હોય છે તો આ જ દિવસ બીજા રાજ્યમાં બેંકો ચાલુ હોય છે. ફક્ત જે રાજ્યમાં રજા હોય ત્યાં જ બેંકોનું કામ બંધ રહે છે.

    આ પણ વાંચો: 6,000 ફૂટની ઊંચાઈએ ઝૂલાનો આનંદ માણી રહેલી મહિલાઓ સાંકળ તૂટતા નીચે ખાબકી, હૃદય ધબકારા ચૂકી જાય તેવો વીડિયો 

    બેંક રજાઓની યાદી:

    1) 10 જુલાઈ, 2021: બીજો શનિવાર
    2) 11 જુલાઈ, 2021: રવિવાર
    3) 12 જુલાઈ, 2021: સોમવાર- કાંગ (રાજસ્થાન), રથ યાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ)
    4) 13 જુલાઈ, 2021: મંગળવાર- ભાનુ જયંતી (શહીદ દિવસ- જમ્મુ અને કાશ્મીર, ભાનુ જયંતી- સિક્કિમ)
    5) 14 જુલાઈ, 2021: બુધવાર-દ્રુપકા ત્શેચી (ગંગટોક)
    6) 16 જુલાઈ, 2021: શુક્રવાર- રહેલા પૂજા (દહેરાદૂન)
    7) 17 જુલાઈ, 2021: શનિવાર- ખારચી પૂજા ( અગરતલા, શિલૉંગ)
    8) 18 જુલાઈ, 2021: રવિવાર
    9) 19 જુલાઈ, 2021: સોમવાર- ગુરુ રિમ્પોછે કે થુંગકર ત્શેચુ (Guru Rimpoche's Thungkar Tshechu) (ગંગટોક)
    10) 20 જુલાઈ, 2021: મંગળવાર- બકરી ઈદ
    11) 21 જુલાઈ, 2021: બુધવાર- ઈદ ઉલ અધા

    આ પણ વાંચો: અજીબ કિસ્સો: અરવલ્લીમાં એસટી બસનો ડ્રાઇવર કુદરતી હાજતો ગયો અને અસ્થિર મગજનો યુવક બસ લઈને ભાગી ગયો! 



    આગળ આવતી રજા

    જો બેંકોની રજાની વાત કરવામાં આવે તો 24 જુલાઈના રોજ ચોથો શનિવાર છે, આથી બેંકોનું કામ બંધ રહેશે. જે બાદ 25મી જુલાઈના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આ સાથે જ 31 જુલાઈના રોજ શનિવારે કેર પૂજા હોવાથી અગરતલામાં બેંકો બંધ રહેશે. બેંક હોલિડેની આખી યાદી જોવા માટે તમે રિઝર્વ બેંકની આખી યાદી અહીં (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) તપાસી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: