Bank Holidays: માર્ચ મહિના (March 2021)માં નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે. આ મહિનામાં સામાન્ય રીતે બેંકો સાથે જોડાયેલું કામકાજ ઘણે અંશે વધી જાય છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચ મહિનામાં 11 દિવસ બેંકો બંધ (Bank Holidays) રહેશે. એવામાં જો તમે આપના કોઈ બેન્કિંગ કામ માટે બ્રાન્ચમાં જઈ રહ્યા છો તો કયા દિવસે બેન્કો બંધ રહેવાની છે તેની મહિતી લઈ લેજો. રિઝર્વ બેન્ક (Reserve Bank of India- RBI)ના દિશા-નિર્દેશો મુજબ દેશમાં કાર્યરત બેન્ક રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. સાથોસાથ માર્ચમાં કેટલીક વધારાની રજાઓ પણ છે અને સ્થાનિક તહેવારો પણ છે. આ તહેવારો પર દેશના કેટલાક રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે.