Bank Holidays: આગામી 10 દિવસમાંથી છ દિવસ આ શહેરોમાં બેંક રહેશે બંધ, જુઓ RBIની યાદી

પ્રતીકાત્મક તસવીર.

Bank Holidays in August: જો આગામી 10 દિવસ દરમિયાન તમારે બેંક સંબંધિત કોઈ કામ કરવાનું છે તો આ સમાચાર તમારા કામના છે.

  • Share this:
    નવી દિલ્હી: જો આગામી સમયમાં તમારે બેંક (Bank News) સંબંધિત કોઈ કામ છે તો આ સમાચાર તમારા કામના છે. ઓગોસ્ટ મહિનાના આગામી 10 દિવસમાં છ દિવસ સુધી બેંકો બંધ રહેશે. જોકે, આ દરમિયાન ઓનલાઇન બેન્કિંગ સેવા (Online Banking Service) અને એટીએમ સેવા (ATM Service) ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે RBI દરેક રાજ્યમાં આવતા તહેવારોને પગલે રજાઓની યાદી જાહેર કરે છે. ભીરતીય મધ્યસ્થ બેંક (Reserve bank of India)ના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ 2021માં કુલ 15 રજા જાહેર કરવામાં આવી હતી. આ રજાઓમાં બે રવિવાર અને બીજો અને ચોથો શનિવાર સામેલ છે.

    ક્યાં ક્યાં બેંકો બંધ રહેશે

    આગામી દિવસોમાં તમારું કામ સરળ રહે તે માટે અમે એક યાદી (RBI Bank Holiday List) પ્રસિદ્ધ કરી રહ્યા છીએ, જેનાથી માલુમ પડે કે આગામી દિવસોમાં કયા કયા દિવસોએ બેંકમાં રજા રહેશે. જેનાથી તમે પણ તે પ્રમાણે પ્લાનિંગ કરી શકો.

    28, 29 ઓગસ્ટના રોજ વીકેન્ડ

    જો આગામી રજાઓની વાત કરીએ તો 28 ઓગસ્ટના રોજ મહિનાનો ચોથો શનિવાર છે, જેના પગલે બેંકો બંધ રહેશે. જે બાદમાં 29 ઓગસ્ટના રોજ રવિવાર હોવાથી આખા દેશમાં બેંકો બંધ રહેશે.

    આ પણ વાંચો: પોસ્ટ ઑફિસમાંથી પૈસા ઉપાડવાનું બન્યું વધુ સરળ-જાણો સમગ્ર પ્રક્રિયા

    RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.

    આ શહેરોમાં બેંકો રહેશે બંધ (Bank band)

    1) 22 ઓગસ્ટ 2021- રવિવાર
    2) 23 ઓગસ્ટ 2021- શ્રી નારાયણા ગુરુ જયંતિ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
    3.) 28 ઓગસ્ટ 2021- ચોથો સનિવાર
    4.) 29 ઓગસ્ટ 2021- રવિવાર
    5.) 30 ઓગસ્ટ 2021- જન્માષ્ટમી/કૃષ્ણ જયંતી (જન્માષ્ટમી હોવાથી અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગર.
    6.) 31 ઓગસ્ટ 2021- શ્રી કૃષ્ણ અષ્ટમી (હૈદરાબાદ)

    અહીં એક વાત નોંધવી રહી છે કે દરેક રાજ્યમાં રજા અલગ અલગ દિવસે હોય છે. એટલે કે આ રજા તમામ રાજ્યમાં લાગૂ નહીં પડે. આરીબીઆઈ (RBI bank holidays list)એ જે યાદી બહાર પાડી છે તે પ્રમાણે જે તે રાજ્યોમાં બેંક બંધ રહેશે. RBI (Reserve bank of India) તરફથી દરેક રાજ્યમાં અલગ અલગ રજા (Bank holiday in august)જાહેર કરવામાં આવી છે. અમુક રાજ્યમાં સ્થાનિક જરૂરિયાત પ્રમાણે રજા જાહેર કરવામાં આવી છે.

    આ પણ વાંચો: Burger kingના શેરમાં મોટો ઘટાડો, શું ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે? જાણો નિષ્ણાતોની સલાહ

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે તમામ બેંકો બીજા અને ચોથા શનિવારે તેમજ રવિવારે બંધ રહે છે. આ નિયમ ખાનગી અને સરકારી બંને બેંકોને લાગૂ પડે છે. તો જાણીએ આગામી પાંચ દિવસ કઈ કઈ રજા આવી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: