Bank holidays September 2021: આ શહેરોમાં સતત પાંચ દિવસ બેંક રહેશે બંધ, ફટાફટ જાણી લો તારીખ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Bank holidays this week: રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India RBI)ના નોટિફિકેશન મુજબ તમામ બેંક મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.

  • Share this:
    મુંબઈ: Bank holidays this week: રિઝર્વ બેંકના બેંક હૉલિડે કેલેન્ડર (RBI bank holiday calendar) પ્રમાણે સપ્ટેમ્બરમાં 30 દિવસમાંથી 12 દિવસ બેંકમાં રજા રહેશે. આ અઠવાડિયાની વાત કરીએ તો સતત પાંચ દિવસ બેંક બંધ રહેશે. જેમાં બીજો અને ચોથી શનિવાર પણ સામેલ છે. જોકે, સતત પાંચ દિવસ રજા દેશના અલગ અલગ શહેરમાં રહેશે. જો તમારે બેંક સંબંધી કોઈ કામ છે તો બહાર નીકળતા પહેલા આ યાદી (Bank holiday in September 2021)પર એકવાર જરૂરથી નજર કરી લો.

    રિઝર્વ બેંક (Reserve bank of India)ની યાદી પ્રમાણે આ અઠવાડિયે ગુજરાત (Gujarat bank holiday)માં સતત ત્રણ દિવસ સુધી બેંક બંધ રહેશે. શુક્રવારે તહેવાર ઉપરાંત અઠવાડિયાનો બીજો શનિવાર અને રવિવાર હોવાથી સતત ત્રણ દિવસ બેંક બંધ રહેશે. આથી જો તમારે બેંક સંબંધી કોઈ કામ છે તો ગુરુવાર સુધી પતાવી લો તે હિતાવહ છે.

    8 સપ્ટેમ્બર 2021- બુધવાર

    શ્રીમંત શંકરદેવની તિથિ હોવાથી ગૌહાટીમાં બેંકો બંધ રહેશે.

    9 સપ્ટેમ્બર 2021- ગુરુવાર

    આ તારીખે હરિતાલિકા તીજ છે. ગંગટોકમાં 9મી સપ્ટેમ્બર અને 10મી સપ્ટેમ્બરના રોજ ઇંદ્રજાત્રાને કારણે બેંકો બંધ રહેશે.

    10 સપ્ટેમ્બર 2021- શુક્રવાર

    આ દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે અમદાવાદ, બેલાપુર, બેંલગુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર અને પણજીમાં બેંક બંધ રહેશે.

    11 સપ્ટેમ્બર 2021- શનિવાર

    મહીનાના બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંક બંધ રહેશે.

    12 સપ્ટેમ્બર 2021- રવિવાર

    રવિવારની રજાને પગલે દેશભરમાં બેંકો બંધ રહેશે. રવિવાર તેમજ બીજા અને ચોથા શનિવારે બેંકમાં જાહેર રજા રહે છે.

    RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.

    આ પણ વાંચો: તમારા પરિવાર પાસે તમારી આ 9 વિગત હોવી જ જોઈએ, પરિવારની જિંદગી બનશે વધુ સરળ 

    ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India RBI)ના નોટિફિકેશન મુજબ તમામ બેંક મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ નિયમ પ્રાઇવેટ અને સરકારી બંને બેંકોમાં લાગુ પડે છે. જોકે, આ રજાઓ દરેક રાજ્ય પ્રમાણે પ્રાદેશિક માળખા મુજબ ગોઠવવામાં આવે છે. એટલે તમારા વિસ્તારમાં પૈકીની કઈ રજા લાગુ પડે છે તે ધ્યાનમાં રાખવું.
    Published by:Vinod Zankhaliya
    First published: