Home /News /business /Bank Holiday in December 2022: આ મહિને પૂરા 13 દિવસો બેંકો બંધ રહેશે, આ રહ્યું રજાઓનું લિસ્ટ
Bank Holiday in December 2022: આ મહિને પૂરા 13 દિવસો બેંકો બંધ રહેશે, આ રહ્યું રજાઓનું લિસ્ટ
બેંકના કામ હોય તો ડિસેમ્બરમાં આ તારીખો પર ધક્કો નહીં ખાતા બેંકો બંધ રહેશે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકોમાં રજાઓને લઈને એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ડિસેમ્બર મહિનામાં કુલ 13 દિવસ માટે બેંકો બંધ રહેવાની છે. અહીં જાણો પૂરું લિસ્ટ.
Dec’22 Bank Holiday: વર્ષનો અંતિમ મહિનો DEC 2022 આજથી ચાલુ થઇ ગયો છે. જો આ મહિનાની વાત કરીએ તો બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેવાની છે. મહિનામાં કુલ 4 રવિવાર આવે છે અને એ સિવાય બીજો-ચોથો શનિવાર પણ બેન્ક બંધ હોય છે. તેમજ આ સિવાય તહેવારો અને અમુક ખાસ દિવસોને લીધે બેંકમાં કામકાજ બંધ હશે. જો તમારે આ મહિનામાં બેંકમાં કઈ જરૂરી કામકાજ હોય તો રજાઓનું લિસ્ટ ચેક કરી લ્યો. જેથી તમને કોઈ મુસીબત રહે નહિ.
રિઝર્વ બેંક દરવર્ષે બેંકોની રજાને લઈને યાદી તૈયાર કરતી હોય છે. આ 13 દિવસની રજા સમગ્ર દેશમાં લાગુ નહિ પડે. આરબીઆઇએ બહાર પાડેલી રાજાઓની કેટલીક યાદી રાષ્ટ્રીય, કેટલીક સ્થાનિક અને કેટલીક પ્રાદેશિક છે.
ઓનલાઇન સર્વિસ ચાલુ રહેશે
વર્તમાન સમયમાં બેંકની મોટા ભાગની સેવાઓ ઓનલાઇન છે. એટલે બેંક રાજાઓમાં પણ તમે રૂપિયા ટ્રાંસફર જેવી સુવિધા મેળવી શકો છો. પરંતુ આજે પણ એવા ઘણા કામ છે કે જે બેન્કની બ્રાન્ચે જઈને જ કરવા પડે છે. એટલે બેંક બંધ હોય ત્યારે તે કામ કરી શકાતું નથી. એટલા માટે બેન્ક રજાઓ વિશેની માહિતી જાણવી અતિ આવશ્યક છે કે જેથી તમે એ કામ રજા પહેલા પૂર્ણ કરી શકો.