Bank Holidays: 7 દિવસ બેંકો રહેશે બંધ, જલ્દી પતાવી લો તમારા મહત્વના કામ

અહીં આપણે જાણીશું કે બેંકો ક્યારે-ક્યારે બંધ રહેશે.

અહીં આપણે જાણીશું કે બેંકો ક્યારે-ક્યારે બંધ રહેશે.

  • Share this:
નવી દિલ્હી : 27 માર્ચથી લઈને 4 એપ્રિલ દરમિયાન દેશની બેંકો માત્ર બે જ દિવસ ખુલ્લી રહેશે. જેથી તમારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો પતાવી લેવું જોઈએ. તમને જણાવી દઈએ કે 27 માર્ચે ચોથો શનિવાર હોવાથી દેશની તમામ બેંકોમાં રજા (Bank Holidays) રહેશે. જે બાદ રવિવાર આવે છે. ત્યાર બાદ સોમવાર અને મંગળવારે હોળીનો તહેવાર હોવાથી બેંકોમાં રજા (RBI Bank Holidays List) રહેશે. અહીં આપણે જાણીશું કે બેંકો ક્યારે-ક્યારે બંધ રહેશે.

7 દિવસમાં માત્ર બે દિવસ થશે કામ

27 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધીમાં માત્ર બે દિવસ એટલે કે 30 માર્ચ અને 3 એપ્રિલે જ બેંકમાં કામકાજ થશે. તો બીજી તરફ 31 માર્ચે નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી બેંકોમાં ગ્રાહકો સાથે જોડાયેલા કામકાજ બંધ રહી શકે છે.

આ પણ વાંચો - બંગાળ ચૂંટણી : મંચ પર નરેન્દ્ર મોદીને પગે લાગવા કાર્યકર્તા આગળ આવ્યો, તો પીએમ તેના પગે પડી ગયા

રજાઓનું લિસ્ટ

- 27 માર્ચ : મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકોમાં રજા.

- 28 માર્ચ : રવિવાર

- 29 માર્ચ : હોળીની રજા

- 30 માર્ચ - પટનામાં બેંકો બંધ રહેશે.

- 31 માર્ચ : નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ

- 1 એપ્રિલ -બેંકના વાર્ષિક એકાઉન્ટનો ક્લોઝિંગ ડે.

- 2 એપ્રિલ - ગુડ ફ્રાઈડેની રજા.

- 4 એપ્રિલ : રવિવારની રજા.

ઉલ્લેખનીય છે કે, ભારતની સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક કેલેન્ડર જારી કર્યું છે. જેમાં એ તારીખોનો ઉલ્લેખ કરાયો છે જે દિવસે બેંકોમાં રજા રહેશે. અવારનવાર બેંકોમાં જતા લોકોએ આ અંગે ધ્યાન દોરવું જોઈએ કે માર્ચ અને એપ્રિલમાં આગામી સપ્તાહમાં કુલ 11 દિવસની રજા આવે છે.

Note: તમે RBIની વેબસાઈટ પર રજાઓનું લિસ્ટ ચેક કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, રાજ્યોના હિસાબે બેંકોમાં રજાના દિવસો અલગ-અલગ હોઈ શકે છે. આ લિંક પર ક્લિક કરી જુઓ રજાઓનું લિસ્ટ.
First published: