ફટાફટ પૂરા કરો જરૂરી કામ! 27 માર્ચથી 4 એપ્રિલ સુધી બંધ રહેશે બેંકો, માત્ર 2 દિવસ જ થશે કામ, જાણો સમગ્ર યાદી

Bank Holidays Alert: 27 માર્ચથી લઈ 4 એપ્રિલ 2021ની વચ્ચે બેંક માત્ર બે દિવસ માટે જ ખુલ્લી રહેશે

Bank Holidays Alert: 27 માર્ચથી લઈ 4 એપ્રિલ 2021ની વચ્ચે બેંક માત્ર બે દિવસ માટે જ ખુલ્લી રહેશે

 • Share this:
  નવી દિલ્હી. જો તમે આવનારા દિવસોમાં બેંક (Bank)ના કામકાજ પૂરા કરવાના છે તો તેને આ સપ્તાહે જ પૂરા કરી દેજો. તેનાથી આપને જ સુવિધા થશે નહીં તો તમારે 3 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. કોરોના વાયરસ (coronavirus pandemic)ના સમયમાં સુરક્ષિત સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે. તેથી ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંકે (RBI) નેટ બેન્કિંગ (Internet Banking) અને મોબાઇલ બેન્કિંગ (Mobile Banking)ના માધ્યમથી પોતાના બેન્કિંગ કાર્ય પૂરા કરવાની સલાહ આપી છે. પરંતુ જો આપનું કોઈ કામ બ્રાન્ચમાં જઈને જ પૂરું થઈ શકે એવું છે તો તેને તાત્કાલિક પૂરું કરી દો. 27 માર્ચથી લઈને 4 એપ્રિલ 2021ની વચ્ચે બેંક માત્ર બે દિવસ માટે જ ખુલ્લી રહેશે.

  સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે

  નોંધનીય છે કે, 27 માર્ચ, 28 માર્ચ અને 29 માર્ચે સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. 27 માર્ચ 2021ના રોજ મહિનાનો ચોથો શનિવાર છે. 28 માર્ચે રવિવાર છે. તેથી આ બે દિવસ બેંકો બંધ રહેશે. 29 માર્ચે હોળીનો તહેવાર હોવાથી બેંકો બંધ રહેશે. પરંતુ પટનામાં સતત ચાર દિવસ સુધી બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંકની વેબસાઇટ મુજબ, પટનામાં 30 માર્ચે પણ બેંકો બંધ રહેશે. 31 માર્ચે રજા નથી પરંતુ આ દિવસે ગ્રાહકોની તમામ સેવાઓ પર બેંક ધ્યાન નહીં આપે કારણ કે આ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. બેંકો પોતાના વાર્ષિક એકાઉન્ટ ક્લોઝ કરવા માટે પહેલી એપ્રિલનો દિવસ નિયત છે, જેથી આ દિવસે પણ કસ્ટમર્સ પોતાનું કામ નહીં કરાવી શકે. ત્યારબાદ 2 એપ્રિલે ગુડ ફ્રાઇડે છે, તેથી દેશભરમાં બેંકો બંધ રહેશે. એવામાં જો બેંકોમાં કોઈ પણ કામ છે તો આગામી સપ્તાહના શરૂઆતમાં કામ પૂરા કરી દો.

  આ પણ વાંચો, Corona Returns: આ દેશોથી આવનારા લોકોને રહેવું પડશે 14 દિવસ સુધી ક્વૉરન્ટિન

  અહીં જુઓ, 27 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધીની સમગ્ર યાદી

  >> 27 માર્ચ 2021- મહિનાનો ચોથો શનિવાર
  >> 28 માર્ચ 2021- રવિવાર
  >> 29 માર્ચ 2021- હોળી
  >> 30 માર્ચ 2021- પટના બ્રાન્ચમાં રજા, બાકી ખુલ્લી રહેશે
  >> 31 માર્ચ 2021- નાણાકીય વર્ષના છેલ્લા દિવસે રજા
  >> 1 એપ્રિલ 2021- એકાઉન્ટ ક્લોઝિંગનો દિવસ
  >> 2 એપ્રિલ 2021- ગુડ ફ્રાઇડે
  >> 3 એપ્રિલ 2021- તમામ બેંકો ખુલ્લી રહેશે
  >> 4 એપ્રિલ 2021- રવિવાર

  આ પણ વાંચો, અમરનાથ યાત્રા માટે આ વખતે થઈ શકશે પાંચથી વધુ યાત્રિકોનું ગ્રુપ રજિસ્ટ્રેશન, જાણો તમામ વિગતો

  Note: એ વાતનું ધ્યાન રહે કે આ તમામ રજાઓમાં અલગ-અલગ રાજ્યોમાં આપવામાં આવતી રજાઓ પણ સામેલ છે. તેના સાથે અન્ય જાણકારી આપને RBIની વેબસાઇટ પર મળી જશે.
  Published by:Mrunal Bhojak
  First published: