Bank Fraud: ડેરી સબસિડી માટે રાતોરાત બકરીઓને બનાવી ભેંસ, ખેડૂતોના પૈસા ચાંઉ કરવાની નવી ગેમ!

Bank Fraud: ડેરી સબસિડી માટે રાતોરાત બકરીઓને બનાવી ભેંસ, ખેડૂતોના પૈસા ચાંઉ કરવાની નવી ગેમ!
પ્રતિકાત્મક તસવીર

ખેડૂતો અને પશુપાલકોની મળતી નાબાર્ડનીસબસિડીનો ખોટી રીતે લાભ લેવાનો એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. વધુ વાંચો

  • Share this:
    બેકિંગ સિસ્ટમના ભષ્ટ્ર અધિકારીઓ ખેડૂતો અને પશુપાલકોના નામ પર આવતા પૈસાને પોતાના ખિસ્સામાં સરકાવાનો નવો ખેલ રમી રહ્યા છે. પશુપાલકો માટે કેન્દ્ર સરકારે આપેલા પૈસાથી છેતરપીંડી કરવાની આ રીત હરિયાણામાં સામે આવી છએ. વિજિલેંસ અને ઓડિટ રિપોર્ટમાં સબસિડીની છેતરપીંડી કરવાની આ નવી પેટર્ન વિષે જાણકારી મળી છે. જેમાં રાતો રાત બકરીઓને ભેંસ બનાવી દેવામાં આવી છે. આ સર્વે હરિયાણા ગ્રામીણ બેંક (Sarva Haryana Gramin Bank)થી જોડાયેલો છે. જેમાં રાષ્ટ્રીય કૃત અને ગ્રામીણ વિકાસ બેંકની સબસિડી હડપી લેવામાં આવી છે. આ કેસ વર્ષ 2012 થી 2015 સુધીનો છે. જેમાં ભષ્ટ્રાચારની ફાઇલના પાના હવે ખુલ્યા છે.

    ગ્રામીણ બેંક અધિકારી સંગઠન અને ગુડગાંવ ગ્રામીણ બેંક શ્રમિક સંગઠનના ચીફ કોર્ડિનેટર મુકેશ જોશીએ આ મામસે સીબીઆઇની પત્ર લખીને તપાસની માંગ કરી છે. જોશીએ આથી જોડાયેલા કાગળના પુરાવાને પણ સાર્વજનિક કર્યા છે. હાલ બેંકની બે શાખાઓ તે મામલે કેસ થયા છે. તેમણે દાવો કર્યો છે કે બેંકની લગભગ 650 બ્રાંચો પર નિષ્પક્ષ રીતે તપાસ થાય અને પછી ખેડૂતોના નામ પર આવેલા અરબો રૂપિયાના કૌભાંડ સામે આવશે.



    કૌભાંડના પુરાવા


    જોષીએ જણાવ્યું કે આ બેંકની બે શાખાઓ રનિયા અને કેહવાલામાં 7 કરોડ રૂપિયાની 45 લોન આપવામાં આવી છે. તેમાં ખોટી રીતે લગભગ ઢાઇ કરોડની નાબાર્ડ સબસિડી લેવામાં આવી છે. જેની એક ફરિયાદ થઇ છે. બેંકના વિજિલેંસ ઓફિસરે આ મામલે તપાસ કરી. કેટલાક અધિકારીઓને બચાવવા માટે તપાસમાં કેટલીક ખામી છોડી દેવામાં આવી છે. 400 બકરીઓ અને 20 બકરાની ખરીદી માટે 20 લાખના પ્રોજેક્ટ આપી દાવો કરવામાં આવ્યો છે.

    પુરાવા માટે અન્ય દસ્તાવેજી કાગળ


    સબસિડી માટે ક્લેમ મોકલવામાં આવ્યું છે પણ ક્લેમ રિજેક્ટ કરવામાં આવી છે કારણ કે બકરીઓની લોન પર સબસિડી નથી. આ પછી બેંક અધિકારીઓએ બકરીઓને ભેંસ બતાવીને નાણાંની હેરાફેરી કરી છે. અને આ માટે નકલી પશુ સર્ટિફિકેટ પણ દાખલ કર્યાવ્યા છે. ઓડિટમાં આ છેતરપીંડી બહાર આવી છે. પણ પછી પણ ભષ્ટ્ર અધિકારીઓ બચી ગયા છે.

    ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નાબાર્ડ પણ હજી સુધી આ અવૈદ્ય રૂપથી લેવામાં આવેલી સબસિડીને પાછી નથી લીધી. આમ નાબાર્ડ પર પણ સવાલ ઊભો થયો છે. આનંદનું કહેવું છે કે દર વર્ષે અલગ અલગ સ્કીમોમાં અરબો રૂપિયા આપવામાં આવે છે પણ તેનો સાચો ફાયદો જરૂરિયાતમંદ લોકોને નથી મળી શકતો.
    Published by:Chaitali Shukla
    First published:November 13, 2020, 11:42 am

    ટૉપ ન્યૂઝ