Home /News /business /Fixed deposit: ફક્ત 6 મહિનામાં FD કરાવીને કરી શકો છો સારી કમાણી, જાણો SBI સહિત સાત બેંકની ખાસ ઑફર
Fixed deposit: ફક્ત 6 મહિનામાં FD કરાવીને કરી શકો છો સારી કમાણી, જાણો SBI સહિત સાત બેંકની ખાસ ઑફર
રોકાણ પહેલા આ વાતો જાણી લો.
6 months Fixed deposits scheme: દેશની ખાનગી અને સરકારી બંને પ્રકારની બેંકો છ મહિના સુધી એફઢી કરવાની સુવિધા આપે છે. તમે SBI, PNB, HDFC Bank, કોટક મહિન્દ્રા બેંક, કેનરા બેંક, Bank of Baroda અને ICICI જેવી મોટી બેંકોમાં ફિક્સ્ડ ડિપૉઝિટ કરાવી શકો છો.
નવી દિલ્હી: જો તમે ઓછા સમયગાળા માટે પૈસા રોકવા (Investment) માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. કોરોના મહામારી દરમિયાન ફિક્સ્ડ ડિપૉઝિટ (Fixed Deposit) રોકાણ માટે એક સારો વિકલ્પ છે. અહીં તમારા પૈસા સુરક્ષિત રહેવાની સાથે સાથે તમને ગેરંટી રિટર્ન પણ મળે છે. આજે અમે તમને છ મહિના સુધી (Fixed Deposit For 6 months) ફિક્સ્ડ ડિપૉઝિટ કરવાના વિકલ્પ વિશે જણાવી રહ્યા છીએ.
દેશની ખાનગી અને સરકારી બંને પ્રકારની બેંકો છ મહિના સુધી એફડી કરવાની સુવિધા આપે છે. તમે SBI, PNB, HDFC Bank, કોટક મહિન્દ્રા બેંક, કેનરા બેંક, Bank of Baroda અને ICICI જેવી મોટી બેંકોમાં ફિક્સ્ડ ડિપૉઝિટ કરાવી શકો છો. તો જાણીએ એફડી કરવા પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે.
SBI Fixed Deposit (FD) Rates:
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં જો તમે છ મહિના સુધી એફડી કરાવો છો તો તમને 3.90 ટકા વ્યાજ મળે છે. આ ઉપરાંત જો સીનિયર સીટિઝન હોવ તો બેંક તમને 4.40 ટકા વ્યાજનો ફાયદો આપે છે.