Home /News /business /સ્મોલ ફાઇનાન્સ બેંકો એફડી પર આપી રહી છે 9.5% જેટલું વ્યાજ, ચેક કરો અન્ય બેંકોના વ્યાજદર
સ્મોલ ફાઇનાન્સ બેંકો એફડી પર આપી રહી છે 9.5% જેટલું વ્યાજ, ચેક કરો અન્ય બેંકોના વ્યાજદર
આવા થાપણદાર તેના ખાતામાં જમા થયેલી રકમ મેળવવાનો દાવો કરી શકે છે. આ માટે શરત એ છે કે તેમની પાસે પુરાવા અથવા દસ્તાવેજ હોવા જોઈએ કે આ રકમ તેમની છે. બેંકોમાં KYCની પ્રક્રિયા હેઠળ હવે આવા થાપણદારો માટે આ કામ સરળ બની ગયું છે.
FD Rates: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રેપો રેટમાં સતત છ વખત વધારો કર્યો, ત્યારબાદ મોટાભાગની જાહેર, ખાનગી અને નાની ફાઈનાન્સ બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ વધારવાનું શરૂ કર્યું. RBIએ ગયા વર્ષે મેથી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે.
FD Rates: આરબીઆઇએ વધતી મોંઘવારી પર કાબુ મેળવવા માટે સતત છઠ્ઠીવાર રેપો રેટમાં વધારો કર્યો, ત્યારબાદ પબ્લિક, પ્રાઇવેટ અને ફાઇનાન્સ બેંકોએ એફડી પર વ્યાજ વધારવાનું શરુ કરી દીધું છે. આરબીઆઇ પાછલા વર્ષ મે થી લઈને આજ સુધીમાં 2.5% વધારો કરી ચૂક્યું છે. હવે વધુ પડતી સ્મોલ ફાઇનાન્સ બેંકોએ એફડી પર વ્યાજ વધારી દીધું છે. આ બેંકો એફડી પર સૌથી વધુ 9.5% વ્યાજ આપી રહી છે. ચાલો જાણીએ કઈ બેંક સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
આ બેંકો આપી રહી છે વધુ વ્યાજ
દરેક બેંકોમાં યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક સૌથી વધુ વ્યાજ આપી રહી છે. આ બેંક ગ્રાહકોને 9.50% વ્યાજ ઓફર કરી રહી છે. આ વ્યાજ સિનિયર સિટિઝનને આપવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ અન્ય બેંકોના વ્યાજદર વિશેની માહિતી.