Home /News /business /Bank FD: ફિક્સ ડિપોઝીટ પર ટોપની બેંકો આપી રહી છે કેટલું વ્યાજ? જુઓ લીસ્ટ
Bank FD: ફિક્સ ડિપોઝીટ પર ટોપની બેંકો આપી રહી છે કેટલું વ્યાજ? જુઓ લીસ્ટ
ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજદર વધશે
એચડીએફસી બેંક (HDFC Bank), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank), કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને બેંક ઓફ બરોડા (BOB) સહિતની કેટલીક બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં (FD Interest rate in Banks) વધારો કર્યો છે.
ફુગાવાને અંકુશમાં લેવા અને ભંડોળના ઊંચા ખર્ચની ભરપાઈ કરવાના પ્રયાસોના ભાગરૂપે બેન્કોએ છેલ્લા કેટલાક મહિનામાં તેમના વ્યાજદરમાં વધારો (interest rates raised) કર્યો છે. તાજેતરમાં, એચડીએફસી બેંક (HDFC Bank), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank), કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને બેંક ઓફ બરોડા (BOB) સહિતની કેટલીક બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં (FD Interest rate in Banks) વધારો કર્યો છે. અહીં ત્રણ મોટી બેંકો એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા રૂ. 2 કરોડથી નીચેની થાપણો પર ઓફર કરવામાં આવતા વર્તમાન એફડી દરોની તુલના નીચે પ્રમાણે છે: