Home /News /business /

તહેવારો પહેલા સરકારી બેંક કર્મચારીઓને કેન્દ્રની લ્હાણી, છેલ્લા પગારનાં 30% સુધી વધશે પેન્શન

તહેવારો પહેલા સરકારી બેંક કર્મચારીઓને કેન્દ્રની લ્હાણી, છેલ્લા પગારનાં 30% સુધી વધશે પેન્શન

નાણા મંત્રાલયના (Finance Department) નાણાકિય સેવા વિભાગના સચિવ દેબાશિષ પાંડાએ ઉમેર્યુ હતું કે, આ પગલાથી પરીવારો માટે પેન્શન લાભો 30,000થી 35,000 રૂપિયા થઇ જશે. અગાઉ આ કેપ રૂ. 9284 નક્કી કરવામાં આવી હતી.

નાણા મંત્રાલયના (Finance Department) નાણાકિય સેવા વિભાગના સચિવ દેબાશિષ પાંડાએ ઉમેર્યુ હતું કે, આ પગલાથી પરીવારો માટે પેન્શન લાભો 30,000થી 35,000 રૂપિયા થઇ જશે. અગાઉ આ કેપ રૂ. 9284 નક્કી કરવામાં આવી હતી.

બુધવારે કેન્દ્ર સરકારે 7મા પગાર પંચના (7th Pay Scale)  પેન્શન સ્લેબમાં (pension slab) વધારો કરી કર્મચારીઓના પરીવારોને રાહત આપી છે. હવે બેંક કર્મચારીઓના પરીવારોને છેલ્લા વધેલા પગારના 30 ટકાના સમાન સ્લેબ પર પેન્શન મળશે. નાણા મંત્રાલયના (Finance Department) નાણાંકિય સેવા વિભાગના સચિવ દેબાશિષ પાંડાએ ઉમેર્યુ હતું કે, આ પગલાથી પરીવારો (Government of India Banks) માટે પેન્શન લાભો 30,000થી 35,000 રૂપિયા થઇ જશે. અગાઉ આ કેપ રૂ. 9284 નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો-Avanti Foods: રૂ. 3.40ના આ સ્ટોકે રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ: આવી રીતે 1 લાખના થઈ ગયા 1.61 કરોડ

ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન (IBA)એ અગાઉ ભલામણ કરી હતી કે, પેન્શનરોની વિવિધ કેટેગરી માટે 15 ટકા, 20 ટકા અને 30 ટકાના સ્લેબ દરે ચૂકવવા પાત્ર કૌટુંબિક પેન્શનને કોઇપણ નિશ્ચિત મર્યાદા વગર સુધારવું જોઇએ. નાણા મંત્રાલયે હજારો બેંક કર્મચારીઓ અને તેના પરીવારોને લાભ આપવા માટે આ ભલામણને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય સરકારે બેંકોને પેન્શન ભંડોળમાં એમ્પ્લોયરનું યોગદાન હાલના 10 ટકાથી વધારીને 14 ટકા કરવા કહ્યું છે.

આ પણ વાંચો-50 હજારથી વધારેનો ચેક આપવા પર તમે મુકાઈ શકો છો મુશ્કેલીમાં, જાણો RBIનો નવો નિયમ!

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેર ક્ષેત્રની બેન્કોની કામગીરીની સમીક્ષા કરી હતી. માંગ ઉભી કરવા અને વપરાશ વધારવા માટે ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલી પ્રગતિની ચર્ચા કરવા માટે તેઓ ઘણી જાહેરક્ષેત્રની બેંકોના મેનેજીંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારીઓને મળ્યા હતા. નાણામંત્રીએ જણાવ્યું કે, ધિરાણની માંગ વધારવા માટે બેંક (All India Bank) દેશના દરેક જીલ્લામાં લોનના પ્રસ્તાવો પ્રદર્શિત કરશે. બદલાયેલા સમય સાથે હવે ઉદ્યોગોની પાસે બેંકિંગ ક્ષેત્રની બહારથી પણ ભંડોળ એકત્ર કરવાનો વિકલ્પ છે. બેંકો વિવઇધ માધ્યમો દ્વારા ભંડોળ એકત્ર કરી રહી છે. જ્યાં ક્રેડિટની જરૂર હોય ત્યાં ક્રેડિટને લક્ષ્યાંકિત કરવા માટે આ નવા પાસાઓનો અભ્યાસ કરવાની જરૂર છે.

આ પણ વાંચો-Multibagger Stock: લોકોના ભરોસા પર ખરો ઉતર્યો આ શેર, 10 વર્ષમાં 1 લાખ બની ગયા 1.12 કરોડ રૂપિયા!

આ મહીનાની શરૂઆતમાં બેંક કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ(DA) વધાર્યું હતું. આ નવું DA ઓગસ્ટ 2021થી લાગૂ થશે અને ઓગસ્ટથી ઓક્ટોબર સુધી લાગૂ રહેશે અને સાથે જ આ નિયમ 11મી બીપીએસ પગાર માળખાનું પાલન કરતા બેંકરોને લાગૂ થશે.

બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને છેલ્લા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 2.1 ટકા વધારીને 27.79 ટકા કરવામાં આવ્યું છે. 10મા BPS માટે બેંક કર્મચારીઓ અને કામદારોમા DAમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીએ 3 ટકાનો વધારો કરાયો છે. ડીએમાં વૃદ્ધિ ઓગસ્ટથી શરૂ થઇને આગામી 3 મહીના સુધી લાગૂ રહેશે. આ નિર્ણયથી 8 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. ડીએમાં વધારો થતા દર મહીને બેંક કર્મચારીઓને પ્રાપ્ત થતા વેતનમાં સીધો વધારો થશે, કારણ કે તે સીધું બેઝિક પે સાથે જોડાયેલ છે.

મોંઘવારી ભથ્થુ સરકારી અને બેંક કર્મચારીઓના પગારનો એક ભાગ છે, જેનો હેતુ ફુગાવાના પ્રભાવને ઓછો કરવાનો છે. DAની ગણતરી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે અને દરેક ત્રિમાસિકમાં બેંક કર્મચારીઓ માટે સુધારેલ છે. DA જીવનધોરણ સાથે સંબંધિત હોવાથી તે કર્મચારીથી કર્મચારીમાં શું તે શહેરી ક્ષેત્ર, અર્ધ શહેરી ક્ષેત્ર અથવા ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરે છે તેના આધારે બદલાય છે. કોઇ ખાસ નાણાંકિય વર્ષમાં મોંઘવારી અથવા મોંઘવારી વળતર આપવા માટે DAનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published by:Margi Pandya
First published:

Tags: Bank Employees of India, Salary Hike

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन