સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ, હવે દર મહિને બચશે તમારા રુપિયા

News18 Gujarati
Updated: July 17, 2019, 2:15 PM IST
સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ, હવે દર મહિને બચશે તમારા રુપિયા
અગામી મહિને લાગૂ થઈ શકે છે. નવું ટાઈમ ટેબલ જ્યાં ગ્રાહક મોડે સુધી બેન્કિંગ સેવા માંગે છે, ત્યાં પહેલાની જેમ સવારે 10 અથવા 11 વાગ્યાથી પણ બેન્ક ખોલવાનો વિકલ્પ રહેશે. નિર્ણય તમામ સરકારી બેન્કો તથા ગ્રામિણ બેન્કો પર લાગુ થશે. બેન્ક ખોલવાનો નવો સમય સપ્ટેમ્બરમાં અમલમાં આવી જવાની સંભાવના છે.

બેંકો દ્વારા એમસીએલઆર વધારવા કે ઘટાડવાની અસર નવા લોન લેનારા ઉપરાંત જે ગ્રાહકોએ એપ્રિલ 2016 પછી લોન લીધી હતી તેમને મળશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશની મોટી સરકારી બેંક યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાએ (UBI) પોતાના ગ્રાહકોને લોનનાં દર ઓછા કરીને સસ્તી ઇએમઆઈની ભેટ આપી છે. મતલબ સ્પષ્ટ છે કે બેંકે એમસીએલઆર (MCLR) ઘટાડી દીધો છે. હવે તમે જો હોમ, ઓટો કે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે ખુશખબરી છે. તમને જણાવીએ કે બેંકો દ્વારા એમસીએલઆર વધારવા કે ઘટાડવાની અસર નવા લોન લેનારા ઉપરાંત જે ગ્રાહકોએ એપ્રિલ 2016 પછી લોન લીધી હતી તેમને મળશે.

આ પણ વાંચો : સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દુનિયાના 10 દેશ, જાણો ભારતનું સ્થાન !

એપ્રિલ 2016 પહેલા રિઝર્વ બેંક દ્વારા લોન આપવા માટે નક્કી મિનીમમ રેટ તે બેઝ રેટ કહેવાય છે. એટલે બેંક આનાથી ઓછા દરે ગ્રાહકને લોન નથી આપી શકતી. 1 એપ્રિલ 2016થી બેન્કિંગ સિસ્ટમમાં MCLR લાગુ થઇ ગઇ છે અને આ લોન માટે મિનિમમ દર બની ગયા છે. આ પછી MCLRનાં આધારે જ લોન આપવામાં આપવામાં આવે છે.

આ પણ વાંચો : મકાન ખરીદતા પહેલાં આ યાદી તપાસો, RERAએ 178 ડિફોલ્ટરોનાં નામ જાહેર કર્યા

આપણે જાણીએ કે કેટલી ઓછું થશે તમારૂં ઇએમઆઈ - યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી બીજીવાર પોતાની લોનનાં દર ઘટાડીને નવા દર 17 જુલાઇથી લાગુ કરશે. MCLR દર 8.75 ટકાથી ઘટાડીને 8.70 ટકા કરી દીધા છે. એકબાજુ ત્રણ મહિનાનાં દર 8.25 ટકા અને 8.40 ટકા પર આવી ગયા છે. જૂનમાં દર ઘટાડ્યા પછી યુનાઇટેડ બેંકે 17 જૂનનાં પણ 0.005 ટકા દર ઘટાડ્યા હતા. દેશની કેટલીક મોટી બેંકો પોતાના ગ્રાહકોને સસ્તી ઇએમઆઈની ભેટ આપી ચુક્યાં છે.
First published: July 17, 2019, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading