Home /News /business /બેંક ડૂબી જાય કે બંધ થાય તો 90 દિવસમાં ગ્રાહકોને મળશે 5 લાખ સુધીની વીમાની રકમ
બેંક ડૂબી જાય કે બંધ થાય તો 90 દિવસમાં ગ્રાહકોને મળશે 5 લાખ સુધીની વીમાની રકમ
નાણામંત્રી નિર્મલા સિતારમણ બેન્ક ડિપોઝીટ વીમો
Bank deposit insurance: બેંકના ગ્રાહકોને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન અંતર્ગત 9- દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધી વીમાની રકમ મળી જશે. કેન્દ્રીય કેબિનેટની થયેલી બેઠકમાં DICGC એક્ટમાં ફેરફારની મંજૂરી મળી ગઈ છે.
નવી દિલ્હીઃ જો બેંક ડૂબી જાય કે પછી લાયસન્સ રદ (License revoked) થઈ જાય તો ગ્રાહકોને ડરવાની જરૂરત નથી. બેંકના ગ્રાહકોને (Bank customers) ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન અંતર્ગત 9- દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધી વીમાની રકમ (insurance money) મળી જશે. કેન્દ્રીય કેબિનેટની થયેલી બેઠકમાં DICGC એક્ટમાં ફેરફારની મંજૂરી મળી ગઈ છે.
કેન્દ્રીય કેબિનેટે (Union Cabinet) બેંક બંધ થવાની સ્થિતિમાં ખાતાધારકોને 90 દિવસની અંદર પાંચ લાખ રૂપિયા સુધી પોતાની જમા રકમ મેળવવાની સુરક્ષા આપવાને લઈને ડીઆઈસીજીસી કાયદામાં સંશોધન માટે પ્રસ્તાવને મંજૂરી મળી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharamane) બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે જમા વીમા અને વ્યાજ ગેરેન્ટી નિગમ (DICGC) કાયદામાં સંશોધનની સાથે જમા વીમાનો વ્યાપ વધારવામાં આવશે અને આ અંતર્ગત 98.3 ટકા બેંક ખાતાધારકો સંપૂર્ણ રીતે સંરક્ષિત થઈ જશે.
કોને મળશે રાહત આ ફેરફાર બાદ એવા ગ્રાહકોને રાહત મળશે. જેમની રકમ કોઈના કોઈ કારણથી બેંક બંધ થઈ ગઈ હોય કે પછી બેંકનું લાઇસન્સ રદ થવાથી ફસાઈ ગઈ હોય. તમને જણાવી દઈએ કે વીમાની રકમ પહેલા એક લાખ રૂપિયા હતી. પરંતુ સરકારે વર્ષ 2020માં ડિપોજીટ ઇન્શ્યોરન્સની લિમિટ 5 ગણો વધારવોનો નિર્ણય કર્યો હતો. ત્યારાદ હવે વીમાની રકમ આપવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે.
Under DICGC Bill 2021, 98.3% of all deposits will get covered and in terms of deposit value, 50.9% deposit value will be covered. Global deposit value is only 80% of all deposit accounts. It only covers 20-30% of deposit value: Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/UFJi7ZsFG5
નિયમ શું કહે છે? નિયમ કહે છે કે જો બેંક ડૂબી જાય તો એ બેંકમાં ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધી ડિપોઝિટ સિક્યોર્ડ રહે છે. ભારતીય રિઝર્વ બેંકની પૂર્ણ સ્વામિત્વ વાળી કંપની ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન અંતર્ગત આ રકમ સુરક્ષિત રહે છે. દરેક કોરમર્શિયલ અને કો ઓપરેટિવ બેંકનો ઈન્શ્યોરન્સ DICGCથી થાય છે. જે અંતર્ગત જમાકર્તાની બેંકડિપોઝિટ ઉપર ઇંશ્યોરન્સ કવરેજ મળે છે. DICGC દ્વારા બેંકમાં સેવિંગ્સ, ફિક્સ્ડ, કરંટ, રિકરિંગ જેવા દરેક પ્રકારના ડિપોજીટ ઉપર વીમો મળે છે.
દરેક નાની અને મોટી કોમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક કરવર આ અંતર્ગત આવે છે. જોકે, જો નક્કી રકમ ઉપરાંત કોઈ ગ્રાહકની 5 લાખથી વધારે રકમ બેંકમાં જમા છે તો તેની બાકીની જમા રકમ ડૂબવાનો ડર રહે છે. ભૂતકાળમાં અનેક બેન્કો ડૂબવાના કારણે હજારો ગ્રાહકોએ પોતાના પૈસાથી હાથધોવા પડ્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર