Coronavirus : કોરોના વાયરસના સંકટ વચ્ચે નાણા મંત્રીએ આપ્યા સારા સમાચાર

Coronavirus : કોરોના વાયરસના સંકટ વચ્ચે નાણા મંત્રીએ આપ્યા સારા સમાચાર
ફાઇલ તસવીર

બેંકો પોતાના કર્મચારીઓને કોરોનાના ચેપથી બચાવવા માટે બ્રાંચો બંધ કરી રહી હોવાની વાતને નાણા મંત્રીએ ખોટી ગણાવી.

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસના વધી રહેલા જોખમ અને લૉકડાઉન (Lockdown)વચ્ચે બેંકો (Bank) અને એટીએમ (ATM) બંધ થવાની અફવા પર વિરામ મૂકતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે (Finance Minister Nirmala Sitharaman)ખાતરી આપતા કહ્યું છે કે આ સંકટની ઘડીમાં પણ તમામ બેંક તેમજ એટીએમ ખુલ્લા રહેશે. સાથે જ તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવાની લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે જ્યાં પણ જરૂર લાગી રહી છે ત્યાં સેનિટાઇઝર પૂરું પાડવામાં આવી રહ્યું છે.

    આજે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરતા નિર્મલા સીતારમણે લખ્યું છે કે, "તમામ બેંકો એ વાતનો ખાસ ખયાલ રાખે કે તેની તમામ બ્રાંચ અને એટીએમ ખુલ્લા રહે. બેંકો એ વાતની પણ ખાતરી કરે કે તેમના એટીએમમાં પૈસા ભરેલા હોય અને તે ચાલુ સ્થિતિમાં હોય. બેંક કૉરસપૉન્ડન્ટ્સ સક્રિય બન્યા છે."



    આ પણ વાંચો : સુરત : ખાવાના ફાંફાં પડતા ઉત્તર પ્રદેશના લોકોએ વતનની વાટ પકડી, પોલીસ અટકાવતા પથ્થરમારો

    નોંધનીય છે કે તાજેતરમાં જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બીજી વખત આવો ખુલાસો કર્યો છે કે બેંક અને એટીએમ ખુલ્લા જ રહેશે. આ પહેલા એવા અહેવાલો વહેતા થયા હતા કે બેંકો તેમના કર્મચારીઓને સુરક્ષિત રાખવા માટે પોતાની કેટલીક બ્રાંચો બંધ કરી શકે છે. અમુક કિલોમીટરના અંતર પર જ બ્રાંચો ખુલ્લી રાખી શકે છે.

    આ પહેલા ગુરુવારે નાણા મંત્રીએ એવા રિપોર્ટને નકારી દીધા હતા કે કોરોના વૈશ્વિક મહામારીને પગલે મોટાભાગની બેંકો પોતાની બ્રાંચો બંધ કરી રહી છે.

    નાણામંત્રીનો આ ખુલાસો ન્યૂઝ એજન્સી રોઇટર્સના એવા રિપોર્ટ બાદ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બેંકોના પ્રતિનિધિઓ પોતાના કર્મચારીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે મોટાભાગની બ્રાંચો બંધ કરી દેવાની વિચારણ કરી રહ્યા છે. રોઇટર્સે સૂત્રોના હવાલેથી પોતાના રિપોર્ટમાં ટાંક્યું હતું કે શહેરી વિસ્તારોમાં દર પાંચ કિલોમીટર પર એક બ્રાંચ ખુલ્લી રહે તેવી યોજના પર વિચારણા ચાલી રહી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેંકો દર એક દિવસ ચાલુ અને એક દિવસ બંધ રહેશે.

    આ પણ વાંચો : AMC આરોગ્ય વિભાગે જ કર્યો કોરોનાની ગાઇડલાઇનનો ભંગ, સ્ટાફ ભરતીમાં ટોળે ટોળા થયા

    આ અંગે નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, બેંકોને ખાસ કહેવામાં આવ્યું છે કે તેઓ તમામ બ્રાંચો અને એટીએમ ચાલુ રાખે. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પી.કે. ગુપ્તાએ પણ આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ યોજના નથી. આ વાત પાયાવિહોણી છે.
    Published by:News18 Gujarati
    First published:March 30, 2020, 16:33 pm

    ટૉપ ન્યૂઝ