Home /News /business /

Share Market: માર્કેટ ક્રેશ વચ્ચે પણ 9% વધ્યો બંધન બેંકનો સ્ટોક, જાણો કઇ રીતે

Share Market: માર્કેટ ક્રેશ વચ્ચે પણ 9% વધ્યો બંધન બેંકનો સ્ટોક, જાણો કઇ રીતે

બંધન બેંક (ફાઇલ તસવીર)

Bandhan Bank stock: બંધન બેંકે નાણાકીય વર્ષ 21ના ​​Q3 માં રૂ. 632.6 કરોડથી ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 35.7 ટકા વધીને રૂ. 859 કરોડ નોંધ્યો હતો. ચોખ્ખી વ્યાજ આવક (NII) અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,071.7 કરોડની સરખામણીએ 2.6 ટકા વધીને રૂ. 2,124.7 કરોડ થઈ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: બ્રોકરેજ CLSAએ બંધન બેંકના સ્ટોક્સ (Bandhan Bank Stocks)ને રૂ. 320ના લક્ષ્યાંકિત ભાવ સાથે બાય રેટિંગ (Buy Rating) આપી અપગ્રેડ કર્યા પછી શેર મંગળવારે નબળા બજારમાં 9 ટકા સુધી વધ્યો હતો. બેન્કિંગ સ્ટોક BSE પર 8.95 ટકા વધીને રૂ. 288.5ની ઇન્ટ્રા-ડે ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બંધન બેંકના શેરનો વેપાર 5 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધુ છે પરંતુ 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઓછો છે. લાર્જ કેપ સ્ટોક (Large CAP Stock) એક વર્ષમાં 17.18 ટકા ઘટ્યો છે, પરંતુ આ વર્ષની શરૂઆતથી 11.22 ટકા વધ્યો છે. ફર્મના કુલ 11.20 લાખ શેરો બદલાયા, જેનું BSE પર રૂ. 31.69 કરોડનું ટર્નઓવર થયું. બીએસઈ પર કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ. 45,511 કરોડ થયું હતું. આજે એટલે કે બુધવારે (16 માર્ચ) બેંકના શેરમાં 1.26 ટકા એટલે કે 3.55 રૂપિયા વધીને 284.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

બ્રોકરેજે જણાવ્યું હતું કે, તાજેતરની કામગીરી ટર્નિંગ પોઇન્ટ સૂચવે છે, જેમાં ક્વાર્ટર ત્રણમાં તેના માઇક્રોફાઇનાન્સ પોર્ટફોલિયો માટે કલેક્શન સુધરીને 86 ટકા થયું છે. વધુમાં ઉમેર્યુ કે, તાજેતરની માર્ગદર્શિકા આવક મર્યાદામાં વધારો અને વ્યાજદરની મર્યાદા સાથે અનુકૂળ એકદમ અનુકૂળ છે. ભારતીય રિઝર્વ બેંકે સોમવારે માઇક્રોફાઇનાન્સ ધીરાણકર્તાઓને લોનની કિંમત અને સંબંધિત ફી પર ટોચમર્યાદા મૂકવા જણાવ્યું હતું.

'માસ્ટર ડાયરેક્શન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (માઈક્રોફાઈનાન્સ લોન માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક) ડાયરેક્ટ્સ, 2022' જાહેર કરીને RBIએ જણાવ્યું હતું કે, તમામ રેગ્યુલેટેડ એન્ટીટીસ (REs)એ માઈક્રોફાઈનાન્સ લોનની કિંમતો, કવરિંગ, ટોચમર્યાદા વ્યાજદર પર સિલિંગ અને માઇક્રોફાઇનાન્સ લોન પર લાગુ થતા અન્ય તમામ શુલ્ક પર બોર્ડ દ્વારા મંજૂર કરેલી નીતિ લાગુ કરવી જોઈએ.

આ પણ વાંચો: સોનાની કિંમતમાં આજે પણ ઘટાડો, આ કારણે ઘટી રહી છે કિંમત

બેંકનો નફો


બંધન બેંકે નાણાકીય વર્ષ 21ના ​​Q3 માં રૂ. 632.6 કરોડથી ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 35.7 ટકા વધીને રૂ. 859 કરોડ નોંધ્યો હતો. ચોખ્ખી વ્યાજ આવક (NII) અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,071.7 કરોડની સરખામણીએ 2.6 ટકા વધીને રૂ. 2,124.7 કરોડ થઈ છે. ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં બિન-વ્યાજ આવક 26.7 ટકા વધીને રૂ. 712.3 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 562.3 કરોડ હતી. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (વાર્ષિક) ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 7.8 ટકા હતો, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6 ટકા હતો.

આ પણ વાંચો: ત્રણ વર્ષમાં 14,000થી વધારે ટકા વધી ચૂક્યો છે આ શેર

સેન્સેક્સમાં ઘટાડો


મંગળવારે ભારતીય શેર બજાર (Indian share market)માં પાંચ દિવસની તેજીને બ્રેક લાગી છે. સતત પાંચ દિવસ ગ્રીન નિશાન પર બંધ રહ્યા બાદ સેન્સેક્સમાં 709 પોઇન્ટનો કડાકો (Sensex down) બોલી ગયો છે. દિવસના અંતે સેન્સેક્સ 709 પોઇન્ટ તૂટીને 55,776.85 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં 208.30 પોઇન્ટનો ઘટાડો (Nifty 50 down) આવ્યો હતો. નિફ્ટી 16,663 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
First published:

Tags: Bank, Investment, Share market, Stock tips, સેન્સેક્સ

આગામી સમાચાર