મનીકંટ્રોલ ટીમ: પગારદાર વ્યક્તિઓ સામાન્ય રીતે એક કરતા વધારે બેંક ખાતા (Bank accounts) ધરાવતા હોય છે. જેમાંથી એક ખાતું પગાર (Salary accounts) અને વિવિધ રોકાણ માટે રાખતા હોય છે, જ્યારે બીજા ખાતાઓનો ઉપયોગ લોનના હપ્તા, ક્રડિટ કાર્ડ અને મહિનાના ખર્ચા માટે રાખતા હોય છે. સામાન્ય રીતે બચત ખાતા (Saving Account)માં વ્યાજનો દર (Rate of interest) ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit)ની સરખામણીમાં ખૂબ ઓછો હોય છે. જોકે, અમુક નાની અને ખાનગી બેંકો (Private banks) છે જે બચત ખાતા પર મોટી અને જાણીતી ખાનગી બેંકોની સરખામણીમાં વધારે વ્યાજ આપે છે. બેંક ખાતા ધારક માટે એ વાત જાણવી ખૂબ જરૂરી છે કે, બચત ખાતામાં જમા રહેતી તેમની રકમ પર બેંક કેટલું વ્યાજ આપે છે.
વ્યાજદરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બે નવી ખાનગી બેંકો બચત ખાતા પર સાત ટકાથી વધારે ટકા વ્યાજ આપી રહી છે. BankBazaarના જણાવ્યા પ્રમાણે બંધન બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક બચત ખાતા પર ક્રમશ 7.15 ટકા અને 7 ટકા વ્યાજ આપી રહી છે. બીજી અન્ય ખાનગી બેંકો 6.75 ટકા સુધી વ્યાજ આપે છે.
આ બંને બેંકો તરફથી હાલ બચત ખાતા પર જે વ્યાજ આપવામાં આવી રહ્યું છે તે ખાનગી ક્ષેત્રની મોટી અને અગ્રણી બેંકો કરતા ખૂબ વધારે છે. ખાનગી ક્ષેત્રની મોટી બેંક HDFCની વાત કરવામાં આવે તો બેંક બચત ખાતા પર ત્રણ ટકા વ્યાજ આપે છે. જ્યારે ICICI બેંક બચત ખાતા પર 3.50 ટકા વ્યાજ આપે છે. જ્યારે સૌથી મોટી સરકારી બેંક SBI બચત ખાતા પર 2.70 ટકા વ્યાજ આપે છે. બેંક ઑફ બરોડાની વાત કરવામાં આવે તો તે બચત ખાતા પર 2.75 ટકા વ્યાજ આપે છે.
મિનિમમ બેલેન્સ
ખાનગી બેંકોમાં ઓછામાં ઓછી જરૂરી જમા રકમ અંગે વાત કરવામાં આવે તો તે 500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધી છે. ખાનગી ક્ષેત્રની બેંકોમાં ન્યૂનતમ બેલેન્સ જાહેર ક્ષેત્રની બેંકો કરતા વધારે હોય છે. IDFC ફર્સ્ટ બેંકમાં ન્યૂનતમ બેલેન્સ 10,000 રૂપિયા છે, જ્યારે બંધન બેંકમાં ન્યૂનતમ બેલેન્સ 5,000 રૂપિયા રાખવું પડે છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકમાં ન્યૂનતમ બેલેન્સ 10,000 રાખવું જરૂરી છે. જ્યારે એક્સિસ બેંકમાં 2,500 રૂપિયા ન્યૂનતમ બેલેન્સ જરૂરી છે.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1060295" >
ઉલ્લેખનીય છે કે બેંકમાં ખાતું ખોલાવતી વખતે જે તે વ્યક્તિએ બેંકનો રેકોર્ડ, સેવાના ધોરણો, બ્રાંચનું નેટવર્ક અને એટીએમ સર્વિસને ધ્યાનમાં રાખવી જોઈએ. આ તમામ સાથે જો બચત ખાતા પર વધારે વ્યાજ મળે છે તો તે તમારા માટે બોનસ છે!
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર