Home /News /business /Business Idea: આ પાવડરનો ધંધો કરોડપતિ બનાવશે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરશો શરૂઆત

Business Idea: આ પાવડરનો ધંધો કરોડપતિ બનાવશે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરશો શરૂઆત

આ પાવડરનો ધંધો કરોડપતિ બનાવશે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરશો શરૂઆત

Banana Powder Business: જો તમે એવો બિઝનેસ કરવા માગતા હોવ કે જેનાથી તમારી પ્રોડક્ટની વેલ્યુમાં એડિશન થાય તો તમે કેળાના પાઉડરનો બિઝનેસ કરી શકો છો. ખેડૂતો આ બિઝનેસ કરીને પોતાની કમાણીને ડબલ કરી શકે છે. કેળાનો પાઉડર 1 કિલો બજારમાં રુ. 1000 સુધીમાં સહેલાઈથી વેચી શકાય છે.

વધુ જુઓ ...
  જો તમે નોકરી કરીને કંટાળી ગયા છો અને પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો, તો આજે અમે તમને એક જોરદાર બિઝનેસ આઈડિયા જણાવી રહ્યાં છીએ. જેને શરુ કરતાંની સાથે જ તમે મોટી કમાણી મેળવવાની શરુ કરશો. તેમાં વધુ રોકાણની પણ જરૂરત નથી. આ બિઝનેસ છે કેળાના પાઉડરનો. જો કોઈ ખેડૂતમિત્રો કેળાંનું ઉત્પાદન કરે છે, તો તેઓ કેળાના પાઉડરનો વ્યવસાય પણ સરળતાથી શરુ કરી શકે છે. તેનાથી તમારી કમાણી વધી જશે. ચાલો આજે તમને કેળાના પાઉડરના વ્યવસાયની વિગતવાર માહિતી આપીએ.

  આ પણ વાંચોઃ અમદાવાદની આ કંપનીએ પાંચ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ અને કરોડોપતિ બનાવ્યા, આપ્યું છપ્પરફાડ રિટર્ન

  કેળાના પાઉડરનો બિઝનેસ શરુ કરવા માટે તમારે શરૂઆતમાં 10000થી 15000ની જરૂરત રહેશે. પાઉડર બનાવવા માટે મુખ્યત્વે બે મશીનની જરૂરત પડશે. એક Banana drying machine અને બીજું mixture machine. તમે આ મશીનોને www.indiamart.com પરથી ઓનલાઇન ખરીદી કરીને મંગાવી શકો છો. તમે ઓફલાઈન ખરીદવા માંગતા હોવ તો નજીકના માર્કેટમાંથી પણ આ મશીન ખરીદી શકો છો.

  સૌપ્રથમ લીલા કેળાના દરેક ફળને સોડિયમ હાઇપોક્લોરાઇટના દ્રાવણથી સાફ કરો. પછી હાથથી છોલીને તરત જ સાઇટ્રિક એસિડમાં નાખીને પાંચ મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યારબાદ ફળને નાના નાના ટુકડાઓમાં કાપી લો.

  આ પણ વાંચોઃ એક્સપર્ટ વિનય રાજાણીએ કહ્યું - 'ભારતીય માર્કેટ અંગે બહુ ચિંતા કરવાની જરુર નથી, દુનિયામાં સૌથી વધુ સ્ટ્રોન્ગ'

  પછી આ કેળાના ટુકડાઓને 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર હોટ એર ઓવનમાં 24 કલાક સુધી સૂકવવામાં આવે છે. જેથી કેળાના ટુકડા બરાબર સુકાઈ જાય. એ પછી મિક્સરમાં આ ટુકડાઓને નાંખીને એટલો બારીક પીસો કે તે એકદમ ઝીણો પાઉડર બની જાય.

  કમાણી


  કેળામાંથી બનેલ પાઉડર આછા પીળા રંગનો હોય છે. તૈયાર પાઉડરને પોલીથીન બેગ અથવા કાચની બોટલમાં પેક કરી શકાય છે. કેળાના પાઉડર બનવવાના વ્યવસાયમાં ખર્ચ ખુબ ઓછો આવે છે. બજારમાં તે 800-1000 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. એટલે કે જો તમે દરરોજ 5 કિલો કેળાનો પાઉડર બનાવો છો, તો તેમાં પ્રતિદિન 3500 કે 4500 રૂપિયાનો પ્રોફિટ થઇ શકે છે.

  આ પણ વાંચોઃ એક્સપર્ટે જણાવેલા આ શેરમાં દાવ રમી જુઓ, તગડી કમાણીના ચાન્સ વધી જશે

  ફાયદા


  કેળાનો પાઉડર BPને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. બાળકો માટે કેળાનો પાઉડર ખુબ ઉપયોગી છે. પાચનશક્તિને મજબૂત કરવા માટે કેળાનો પાઉડર ખુબ ફાયદાકારક છે. ત્વચાની સારસંભાળ માટે પણ તેના ઘણા ફાયદાઓ છે. તેના વિપુલ પ્રમાણમાં ફાયદાઓના કારણે તેની બજારમાં સારી એવી માંગ ઉભી થઇ છે, જેથી આ વ્યવસાયમાં ઝડપી નફો મળી શકે છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business Ideas, Business news, Investment tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन