Home /News /business /આ પાકની વાવણી કરવાથી રૂ. 2 લાખનો થશે ફાયદો, તમે પણ શરુ કરો આ ખેતી

આ પાકની વાવણી કરવાથી રૂ. 2 લાખનો થશે ફાયદો, તમે પણ શરુ કરો આ ખેતી

કેળાની ખેતી

Business Idea : કેળાની ખેતી (banana farming) માં મિનિમમ ઈનપુટ અને મેક્સિમમ આઉટપુટ હોય છે. આ કારણોસર ખેડૂતો હાલના દિવસોમાં કેળાની ખેતી કરી રહ્યા છે. જેથી ખેડૂતો ઘઉં, મકાઈની પારંપરિક ખેતી છોડીને અન્ય પાકની વાવણી કરી રહ્યા છે

banana farming business idea: જો તમે ખેતી સંબંધિત ક્ષેત્રે બમ્પર કમાણી કરવા ઈચ્છો છો, તો અહીં અમે તમને એક ખૂબ જ સારો બિઝનેસ આઈડિયા (Business Idea) આપી રહ્યા છીએ. તમે ઘરે બેઠા સારી કમાણી કરી શકો છો, તે માટે તમારે બહાર જવાની જરૂર નથી. અહીં અમે કેળાની ખેતી વિશે જાણકારી આપી રહ્યા છીએ. એકવાર કેળાનું ઝાડ વાવવાથી 5 વર્ષ સુધી ફળ મળી શકે છે. કેળાની ખેતીથી ખૂબ જ સારી કમાણી થઈ શકે છે, જેમાં ખેડૂતોને તાત્કાલિક પૈસા મળી જાય છે. હાલના સમયમાં ખેડૂત કેળાની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે.

કહેવામાં આવે છે કે, કેળાની ખેતીમાં મિનિમમ ઈનપુટ અને મેક્સિમમ આઉટપુટ હોય છે. આ કારણોસર ખેડૂતો હાલના દિવસોમાં કેળાની ખેતી કરી રહ્યા છે. જેથી ખેડૂતો ઘઉં, મકાઈની પારંપરિક ખેતી છોડીને અન્ય પાકની વાવણી કરી રહ્યા છે.

કેટલો ખર્ચ થશે?

મિડીયો રિપોર્ટ્સ અનુસાર એક વીઘામાં કેળાની ખેતી કરવામાં રૂ. 50,000નો ખર્ચ થાય છે, જેમાં સરળતાથી રૂ. 2 લાખની બચત થાય છે. નિષ્ણાંત અનુસાર અન્ય પાકની સરખામણીએ કેળાના વાવેતરમાં ઓછું જોખમ હોય છે. કેળાના પાક માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી ખર્ચો ઓછો થાય છે. ખેડૂતોએ છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કેળાની કાપણી બાદ જે કચરો બાકી રહે છે, તે ખેતરની બહાર ન ફેંકવો જોઈએ. આ કચરો ખેતરમાં જ રાખવો જોઈએ, જે ખાતરની જેમ કામ કરે છે. જેનાથી કેળાના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે.

આ પણ વાંચોકોલેજના મિત્રોએ 2 લાખ રૂપિયાથી શરૂ કરેલી કંપનીનું આજે છે 75 કરોડનું ટર્નઓવર, આંખો ખોલી નાંખશે આ સક્સેસ સ્ટોરી

એક છોડ લગાવવાથી 5 વર્ષ સુધી કમાણી થશે

કેળાનો છોડ લગાવવાથી તે 5 વર્ષ સુધી ફળ આપે છે. આ છોડની જાળવણી અને દેખરેખ ખૂબ જ જરૂરી છે. આ પાકની વાવણી માટે યોગ્ય સમય અને ઋતુનું ધ્યાન રાખવું પડશે. કારણ કે કેળાના છોડના વિકાસ માટે તાપમાન અને પાણી બંને સૌથી અગત્યના પરિબળો છે. સિંધાપુરીના રોબેસ્ટા કેળાની ખેતીને સર્વોત્તમ માનવામાં આવે છે, જેનાથી વધુ ઉત્પાદન થાય છે. ખેડૂતો અનુસાર કેળાની ખેતીમાં જોખમ ઓછુ અને ફાયદો વધુ છે. આ કારણોસર ખેડૂતો કેળાની ખેતી તરફ વળી રહ્યા છે. એક છોડમાંથી 60થી 70 કિલો ઉત્પાદન થઈ શકે છે.
First published:

Tags: Farmining, Low cost Business Idea, New business idea, Organic farming, ખેતી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો