મદ્રાસ હાઈકોર્ટે ઓનલાઈન ફાર્મસી પર 9 નવેમ્બર સુધી અસ્થાઈ રોક લગાવી દીધી છે. કોર્ટે આ નિર્ણય કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનની અરજીની સુનાવણી લીધો છે.
ઍસોસિએશને ખરાબ અને રેગ્યુલેશન વગરની દવાઓના વેચાણના ખતરાને લીધે કોર્ટ પાસે ઑનલાઈન ફાર્મસી પર રોક લગાવવાની માંગ કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર પાસે પણ આનો જવાબ માંગ્યો છે. જો કે, આ મુદ્દે આગળની સુનાવણી 9 નવેમ્બરે થશે.
તમને જણાવી દઈએ કે, આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, કોર્ટ જે તે અધિકારીઓને તે લિંક્સ પર પ્રતિબંધ લાવવાનું કહે, જે વેબસાઈટ પરથી ઑનલાઈન દવાઓનું વેચાણ કરવામાં આવે છે. સંગઠનની દલીલ છે કે, ઑનલાઈન દવાઓ ખરીદવી ઉપભોક્તા માટે સુવિધાજનક તો છે, પરંતુ વગર લાઈસન્સે ઑનલાઈન દવાઓ ખરીદવી એ જોખમભર્યું હોઈ શકે છે. કેમકે તે નકલી, નિર્ધારીત સમય પાર કરી ચુકેલી, દુષિત અને અસ્વિકૃત દવાઓ પણ વેચી શકે છે.
આ સિવાય, ભારતમાં ફાર્મસી લૉ અને કોસ્મેટિક્સ એક્ટ 1940, ઔષધિ અને પ્રસાધન સામગ્રી નિયમ 1945 અને ફાર્મસી ઍકટ 1948 દ્વારા પરિભાષિત થાય છે. ઍસોસિએશને કહ્યું કે, આ કાયદા કોમ્પ્યુટર આવ્યા પહેલાના છે અને દેશમાં ઑનલાઈન દવાઓના વેચાણને પરિભાષિત કરતાં કોઈ ઠોસ કાયદા પણ નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર