સ્કૂલની આજુ-બાજુ જંક ફૂડની જાહેરાત પર લાગી શકે છે પ્રતિબંધ, મુકાયો પ્રસ્તાવ

માર્ચ 2015માં, દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે સ્કૂલના બાળકો માટે સ્વાસ્થ્યકર ભોજનને પ્રોત્સાહન આપવા માટે ખાદ્ય નિયામકને નિયમો બનાવવાનો આદેશ કર્યો હતો.

News18 Gujarati
Updated: June 13, 2019, 7:17 PM IST
સ્કૂલની આજુ-બાજુ જંક ફૂડની જાહેરાત પર લાગી શકે છે પ્રતિબંધ, મુકાયો પ્રસ્તાવ
પ્રતાકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 13, 2019, 7:17 PM IST
હવે સ્કૂલની આજુ બાજુ જંક ફૂડની જાહારાત કરવા પર પ્રતિબંધ લાગી શકે છે. જંક ફૂડની જાહેરાતથી પ્રભાવિત તઈ વિદ્યાર્થીઓ તેને ખાવા માટે પ્રેરાય છે, અને આવા અસ્વાસ્થ્ય ભોજન આરોગે છે. આવા ખાદ્યપદાર્થથી વિદ્યાર્થીઓને દૂર રાખવા અને સુરક્ષિત-પૌષ્ટીક ભોજનને પ્રોત્સાહન આપવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ(એફએસએસએઆઈ)ના મુખ્ય કાર્યાધિકારી પવન આગ્રવાલે ગુરૂવારે કહ્યું કે, સ્કૂલના બાળકો વચ્ચે સુરક્ષીત અને પૌષ્ટીક ભોજનને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ હેઠળ સંસ્થાએ સ્કૂલના પરિસરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં અસ્વાસ્થ્ય ભોજનની જાહેરાત પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, એફએસએસએઆઈએ સ્કૂલોમાં સુરક્ષિત, પૂર્ણ અને પૌષ્ટીક ભોજનની ઉપલબ્ધતા પર એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જે સ્વાસ્થ્ય મંત્રાલયને અભ્યાસ માટે મોકલવામાં આવશે.

અગ્રવાલે સ્કૂલ હેલ્થકેર પર થયેલા એક સમ્મેલનમાં પીટીઆઈ ભાષાને કહ્યું કે, અમે સ્કૂલ પરિસર અને તેના 50 મીટરના એરિયામાં હેર-સ્વાસ્થ્યકારી ખાદ્ય પદાર્થોની જાહેરાત અને પ્રચાર પર અંકુશ લગાવવાનો પ્રસ્તાવ કર્યો છે.

માર્ચ 2015માં, દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે સ્કૂલના બાળકો માટે સ્વાસ્થ્યકર ભોજનને પ્રોત્સાહન આપવા માટે ખાદ્ય નિયામકને નિયમો બનાવવાનો આદેશ કર્યો હતો. સ્મેનને સંબોધિત કરતા અગ્રવાલે કહ્યું કે, લગભગ ત્રણ વર્ષ પહેલા, ઉચ્ચ ન્યાયાલયે અમને સ્કૂલી બાળકો માટે સ્વાસ્થ્યકર આહાર પર નિયમન લાવવા માટે કહ્યું હતું.

અમે તે નિયમનને એક સાથે રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, કેમ કે, જો કોઈ કાયદો બનાવવો છે, તો તેને લાગૂ કરવો પડશે. એફએસએસએઆઈએ કેટલાક માપદંડના આધાર પર સ્વસ્થ્ય આહારને પરિભાષિત કરી છે.

આ પ્રસ્તાવ લાવવા દરમ્યાન એફએસએસએઆઈએ કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય ચિપ્સ, મીઠા કાર્બોનેટેડ અને ગેર-કાર્બોનેટેડ પેય, રેડી-ટૂ-ઈટ નૂડલ્સ, પિત્ઝા, બર્ગર જેવા જંક ફૂડની ખપત અને ઉપલબ્ધતા સિમિત કરવાની છે. અને સ્વસ્થ્ય આહાર લેવાની જરૂરત પર જોર આપતા કહ્યું કે, 10માંથી છ રોગ આહાર સંબંધિત હોય છે.
Loading...

તેમણે કહ્યું કે, જો આપણી પાસે સુરક્ષિત અને સ્વસ્થ્ય ભોજન છે અને આપણે ખુદને તંદુરસ્ત રાખીએ તો, મોટાભાગની બિમારીથી દૂર રહી શકીશુ. અગ્રવાલે સ્કુલમાં સુરક્ષિત, પૌષ્ટીક અને પૂર્ણ ભોજનને પ્રોત્સાહન આપવા માટે પાછળના કેટલાક વર્ષમાં એફએસએસએઆઈ દ્વારા કરવામાં આવેલી પહેલ પર પ્રકાશ નાખતા કહ્યું કે, આ અભિયાનને રાષ્ટ્રીય સ્તર પર લઈ જવાની આવશ્યકતા છે.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...