Home /News /business /Maruti Suzuki Baleno 2022: નવા અવતારમાં આવી રહી છે બલેનો, પ્રી-બુકિંગ શરૂ, જાણો વિગત

Maruti Suzuki Baleno 2022: નવા અવતારમાં આવી રહી છે બલેનો, પ્રી-બુકિંગ શરૂ, જાણો વિગત

બલેનો 2022 (ફાઇલ તસવીર)

Baleno 2022 pre Booking: કંપનીએ ભારતમાં નવી મારુતિ સુઝુકી બલેનોની કિંમત અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે, ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ કરીને હવે કંપનીએ દેશમાં 2022 મારુતિ બલેનોનું બુકિંગ શરૂ કરી દીધું છે.

    નવી દિલ્હી. Baleno 2022 pre booking: મારુતિ સુઝુકીની નવી સ્ટાઇલની બલેનો (Maruti Suzuki Baleno)નું હવે બુકિંગ (Booking) કરી શકાય છે. મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે, તે હવે ભારતમાં નવી હેચબેક માટે પ્રી-ઓર્ડર (Baleno pre order) લઈ રહી છે. જો તમે પણ નવી બલેનોને ઘરે લાવવા માંગતા હોવ તો તમે મારુતિ સુઝુકી નેક્સા ડીલરશીપમાં અથવા ઓનલાઇન માધ્યમથી માત્ર 11,000 રૂપિયાની ટોકન રકમ આપીને યુનિટ રિઝર્વ કરી શકો છો.

    કંપનીએ ભારતમાં નવી મારુતિ સુઝુકી બલેનોની કિંમત અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે, ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ કરીને હવે કંપનીએ દેશમાં 2022 મારુતિ બલેનોનું બુકિંગ શરૂ કરી દીધું છે.

    10 લાખથી વધુ ગ્રાહકો સાથે બલેનો પ્રીમિયમ હેચબેક સેગમેન્ટ પર કરે છે રાજ

    મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના સીનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બલેનો બ્રાન્ડે ભારતમાં પ્રીમિયમ હેચબેક્સને રિડીફાઇન કરી છે. 10 લાખથી વધુ ગ્રાહકો સાથે બલેનો પ્રીમિયમ હેચબેક સેગમેન્ટ પર રાજ કરે છે અને દેશની ટોચની 5 સૌથી વધુ વેચાતી કારમાં સ્થાન ધરાવે છે.

    શશાંક શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે, ન્યૂ એજ બલેનોને બેસ્ટ ક્લાસ ઇચ્છતી ટેક-સેવી પેઢીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

    નવી બલેનોને સેગમેન્ટમાં પહેલા હેડ-અપ ડિસ્પ્લે સાથે રજૂ કરાશે

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ધ ન્યૂ એજ બલેનોએ અર્બન ક્રુઝિંગ અનુભવને સુધારવા માટે સુધારેલી ઇન-કાર ટેકનોલોજી, એક્સપ્રેસ ડિઝાઇન અને ક્લાસ લીડિંગ સેફ્ટીને જોડીને કાર માટે એક નવું બેન્ચમાર્ક રજૂ કર્યું છે. અમને વિશ્વાસ છે કે ન્યૂ એજ બલેનો નવી ટેક્નોલોજી અને બેસ્ટ પરફોર્મન્સથી ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરશે અને તેમને ખુશ કરશે.

    આ પણ વાંચો: Stock Markets: શું શેરબજારમાં કડાકાએ તમારી પણ ચિંતા વધારે દીધી છે?

    મારુતિ સુઝુકીની નવી બલેનો 2022 વિશે કંપનીએ વધુ ખુલાસો કર્યો નથી. પરંતુ તેણે કહ્યું હતું કે, નવી બલેનોને સેગમેન્ટમાં પહેલા હેડ-અપ ડિસ્પ્લે સાથે રજૂ કરવામાં આવશે. ગ્રાહકોને ઓફ-રોડ વાહન ચલાવવામાં મદદ મળે અને સારો અનુભવ આપવા માટે કારમાં HUD ફીચર સ્પીડોમીટર, ક્લાઇમેટ કંટ્રોલ વગેરે સાથે વિગતવાર શો થાય છે.

    આ પણ વાંચો: LIC IPO: પોલિસીધારકોને LICના IPO પર મળી શકે છે ડિસ્કાઉન્ટ, જાણો શું કહે છે અધિકારીઓ

    CVTને બદલે AMT આવે તેવી શક્યતા

    આ સાથે જ જો મશીનરીની વાત કરીએ તો નવી બલેનોમાં કોઇ ફેરફાર નહીં થાય, તેમાં 1.2 લીટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને હાલના મોડલની જેમ જ માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન મળશે. જોકે, ટ્રાન્સમિશન ઓપ્શનમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સામેલ CVTને બદલે AMT આવે તેવી શક્યતા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Automobile, Maruti suzuki, કાર, ટેકનોલોજી

    विज्ञापन
    विज्ञापन