Bajaj Consumer Care દ્વારા બાયબેકની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ શુક્રવારે બોર્ડ બેઠક પછી બાયબેકના નિર્ણય અંગે એક્સચેન્જમાં જાણકારી આપી હતી. આ અહેવાલ પછી Bajaj Consumerના શેરમાં તેજી જોવા મળી રહી છે.
બજાજ કન્ઝ્યુમર શેરધારકોને મોટો નફો આપવાની તૈયારી કરી રહ્યું છે. બજાજ કન્ઝ્યુમર કેરે આજે બાયબેકની જાહેરાત કરી છે. કંપની રૂ.1 ની ફેસ વેલ્યુ પર રૂ. 240 પ્રતિ શેરના ભાવે બાયબેક લાવી રહી છે. આ શેર બાયબેક ઓપન માર્કેટ દ્વારા કરવામાં આવશે. શુક્રવારે (9 ડિસેમ્બર) કંપનીએ બોર્ડની બેઠક બાદ એક્સચેન્જોને આ અંગેની માહિતી આપી છે. બજાજ ગ્રુપની આ કંપની બ્યુટી કેર કેટેગરીમાં બિઝનેસ કરે છે.
CNBCTV18 Hindi ના અહેવાલ મુજબ બાયબેકને લઈને યોજાયેલી આ બોર્ડ મીટિંગ દરમિયાનથી જ બજાજ કન્ઝ્યુમરના શેરમાં મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. બાયબેકની જાહેરાત બાદ શેરમાં તેજી જોવા મળી હતી. આજે બપોરે 12:00 વાગ્યા સુધી, આ શેર લગભગ 2.25% ના વધારા સાથે 182 રૂપિયા પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એફએમસીજી સેક્ટરની આ કંપનીનો નફો 31.93% ઘટીને રૂ. 31.65 કરોડ થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 8% વધીને રૂ. 232.45 કરોડ થઈ છે.
જ્યારે કોઈ કંપની બજારમાંથી તેના પોતાના શેર ખરીદે છે, ત્યારે તેને શેર બાયબેક કહેવામાં આવે છે. શેર બાયબેક કંપનીની ઇક્વિટી મૂડી ઘટાડે છે અને ખરીદેલા શેર રદ થાય છે. આનો અર્થ એ છે કે બાયબેક શેર ફરીથી બજારમાં બહાર પાડી શકાતા નથી. ઈક્વિટી મૂડીમાં ઘટાડો થવાને કારણે શેર દીઠ કમાણી એટલે કે કંપનીની EPS વધે છે. શેર બાયબેક વધુ સારું P/E આપે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર