નવી દિલ્હી. ફેસ્ટિવ સીઝન (Festive Season) શરૂ થતાં પહેલા જ બજાજ ઓટોએ (Bajaj Auto) પોતાની સૌથી લોકપ્રિય Pulsar 150 અને Pulsar 160 ns બાઇક પર શાનદાર ઓફરની જાહેરાત કરી દીધી છે. કંપનીની એક વિજ્ઞાપન અનુસાર હવે આ બંને બાઇક્સને માત્ર 18,650 રૂપિયાના ડાઉનપેમેન્ટ (Bajaj Pulsar Down Payment) પર ઘરે લઈ જઈ શકાય છે. જેમાં કંપની તરફથી વધુ દાવો કરવામાં આવ્યો છે કે, આ ડીલમાં ગ્રાહકોને લગભગ 4 હજાર રૂપિયા સુધીની બચત થશે. આવો જાણીએ Pulsar 150 અને Pulsar ns બાઇક્સની ખાસિયતો વિશે...
Bajaj Pulsar 150ના ફીચર્સ- બજાજ ઓટોએ (Bajaj Auto) 150cc સેગમેન્ટમાં લાંબા સમયથી રાજ કરી રહેલી પલ્સર 150ના (Pulsar 150 BS-6) BS-6 મોડલ લોન્ચ કરી દીધી છે. કંપનીએ પલ્સર 150 (Pulsar 150) અને 150 ટ્વીન ડિસ્ક વેરિયન્ટને (Pulsar 150 twin disc) અપડેટ BS-6માં અપડેટ કર્યું છે. પલ્સર 150માં આપને ફ્યૂઅલ ઇન્જેક્શન (FI) સિસ્ટમ મળે છે.
Bajaj Pulsar 150નું એન્જિન- નવી પલ્સર 150 BS-6માં F1 સિસ્ટમની સાથે કમ્બાઇન્ડ 150cc ટ્વીન સ્પાર્ક DTS-I એન્જિન જ મળશે. બાઇકના અગ્રેસિવ અને મસ્કુલર લુક તેની ડિઝાઇનને આકર્ષક બનાવે છે. પલ્સર 150cc 14bhpનો પાવર ઓફર કરે છે અને આ બે કલર્સ (બ્લેક ક્રોમ અને બ્લેક રેડ)માં ઉપલબ્ધ છે. પાવરના મામલામાં બાઇકમાં જ્યાં પહેલા 8000rmp પર 14bhpનો પાવર આપતી હતી, બીજી તરફ, હવે તે પાવર 8500rpm પર આપશે. આવી જ રીતે બાઇકનો ટોર્ક પણ પહેલાથી થોડો ઓછો 13.25Nm થઈ ગયો છે.
Bajaj Pulsar NS160ના ફીચર્સ- આ બાઇકમાં બર્ટ્ રેડ (Bird Red) અને પ્લાઝમા બ્લૂ કલર (Plasma Blue Color) વેરિયન્ટમાં લોન્ચ કરી છે. આ ઉપરાંત તેમાં વ્હાઇટ ઓઇલ વ્હીલ્સ આપ્યા છે, જે તેના લુકમાં ઘણી શાનદાર બનાવે છે. આ બાઇકના ફ્રન્ટ અને રિયર ફેંડર્સ કાર્બન ફાઇબર ટેક્સચર્ડના છે.
Bajaj Pulsar NS160નું એન્જિન- તેમાં 160.3 સીસી, ઓઇલ કૂલ્ડ, 4-સ્ટ્રોક, SOHC, 4 વાલવ DTS-i, BS6 એન્જિન આપવામાં આવ્યું છે, જે 9000 rpm પર 17.2 PSની મેક્સિમમ પાવર અને 7250 rpm પર 14.6 Nmનો ટોર્ક ઊભો કરો છો. તેનું એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ ટ્રાન્સમિશનથી સજ્જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર