હવે નહીં રહે નિવૃત્તિ બાદની ચિંતા! મળશે જિંદગીભર કમાણીની ગેરંટી, જાણો આ શાનદાર પ્લાન વિશે

નિવૃત્તિ બાદ ઊભી થતી નાણાંકીય સમસ્યાથી મુક્ત થઈ જાઓ, આ શાનદાર પ્લાનનો ઉઠાવો લાભ

નિવૃત્તિ બાદ ઊભી થતી નાણાંકીય સમસ્યાથી મુક્ત થઈ જાઓ, આ શાનદાર પ્લાનનો ઉઠાવો લાભ

  • Share this:
નવી દિલ્હી. નિવૃત્તિ (Retirement) બાદની નાણાકીય મુશ્કેલી (Financial Crisis)થી તણાવમાં રહેવાની જરૂર નથી. નિવૃત્તિ બાદ ઉંમરના કારણે સ્વાસ્થ્યની લગતી સમસ્યાઓને લઈને તથા પરિવારની સમસ્યાને લઈને ચિંતામાં રહે છે. નિવૃત્તિ બાદ આ પ્રકારના ખર્ચાને પહોંચી વળવા માટે તથા અન્ય જીવન લક્ષ્ય પૂર્ણ કરવા માટે નાણાંકીય વ્યવસ્થા (Financial Planning) હોવી જરૂરી છે. જે માટે એક એવો રિટાયરમેન્ટ પ્લાન (Retirement Plan) હોવો જરૂરી છે, જે તમને આજીવન આવક પૂરી પાડે. આ પ્રકારની આજીવન આવકની મદદથી પરિવારની ચિંતાથી મુક્ત થઈ શકો છો. ઉપરાંત અન્ય જરૂરિયાત પૂર્ણ પણ કરી શકો છો.

શું છે નિવૃત્તિ બાદની યોજના

બજાજ આલિયાંઝ લાઈફ ગેરંટેડ પેંશન (Bajaj Allianz Life Guaranteed Pension Goal) તમને નિવૃત્તિ બાદની નાણાંકીય સમસ્યાથી દૂર કરવા માટે એક પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં આજીવન નિયમિત આવકની ગેરંટી આપવામાં આવે છે. જેમાં, વાર્ષિક રકમ તે સમયે લોક કરવામાં આવે છે. આ પ્રકારે બજાજ આલિયાંઝ લાઈફ ગેરંટેડ પેંશન ગોલ પોલિસીધારકોને લાંબાગાળા સુધી ગેરંટેડ આવક પ્રદાન કરે છે. આ પ્લાન અંતર્ગત પોલિસીધારકને અન્ય જીવન લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે નવ એન્યુઈટી વિકલ્પ આપવામાં આવે છે. પોલીસીધારક આ નવ વિકલ્પમાંથી ઈચ્છા અનુસાર કોઈપણ વિકલ્પનો લાભ લઈ શકે છે.

આ પણ જુઓ, ગાયનું 4 કલાક ચાલ્યું ઓપરેશન, પેટમાંથી કાઢવામાં આવી 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ અને ઘણું બધું!

આ પોલિસી દ્વારા પોલિસીધારકોને તાત્કાલિક વાર્ષિક યોજનાના માધ્યમથી તાત્કાલિક નિયમિત આવક પ્રદાન કરવામાં આવી છે. ઉપરાંત Deferred annuity plan દ્વારા આવક શરૂ કરવા માટે સક્ષમ કરવામાં આવે છે. આ પ્લાન અંતર્ગત પોલિસીની શરૂઆતમાં એક નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવે છે. આ યોજના સાથે અન્ય લાભ પણ પ્રદાન કરવામાં આવે છે. જેમ કે, જોઈન્ટ લાઈફ વિકલ્પ આપવામાં આવે છે. જેમાં પોલિસીધારકના મૃત્યુ બાદ તેના જીવનસાથીને અડધી અથવા સંપૂર્ણ આવક સાથે Joint life annuity આવકનો લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચો, કેન્દ્ર સરકાર વૃદ્ધાવસ્થામાં આપી રહી છે કમાણી કરવાની ઉત્તમ તક, જાણો કોને મળશે ફાયદો

આ પ્લાનનો લાભ કેવી રીતે લેવો?

બજાજ આલિયાંઝ લાઈફ ગેરંટેડ પેંશન ગોલમાં અનેક પ્રકારની સુવિધાનો લાભ આપવામાં આવે છે. જેમ કે, 5 થી 10 વર્ષની અવધિ માટે પ્રીમિયમ ચૂકવણી માટેની સુવિધા, એક વર્ષની પોલિસી પૂર્ણ થવા પર ચૂકવણીની ફ્રીક્વન્સીમાં બદલાવ કરવો, તથા સિંગલ પ્રીમિયમ પોલિસીનો પણ લાભ લઈ શકાય છે. આ પ્રકારના અનેક લાભ મેળવવા તમે આ વાર્ષિક યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકાય છે.
First published: