બાબા રામદેવ શરૂ કરશે નવો બિઝનેસ, ખેડૂતોને થશે સીધો ફાયદો, જુઓ શુ છે યોગગુરૂનો પ્લાન?

બાબા રામદેવ નવો બિઝનેસ શરૂ કરશે

પતંજલિની આ યોજના ઉત્તર પૂર્વમાં પામતેલનું વાવેતર કરાવવાની છે. આ માટે તે આસામ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર સહિત અન્ય રાજ્યોમાં જગ્યા જોવામાં આવી છે. સર્વે પૂર્ણ થયો

  • Share this:
    નવી દિલ્હી : યોગ ગુરુ બાબા રામદેવના પતંજલિ જૂથની આગેવાની હેઠળની રુચી સોયાએ આસામ, ત્રિપુરા, અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પામતેલના વાવેતર શરૂ કરવાની યોજના બનાવી છે.

    ઓઇલ પ્રોસેસર જે બે વર્ષ પહેલા પતંજલિ ગ્રુપ દ્વારા લેવામાં આવ્યું હતું. કંપનીએ પામતેલના વાવેતર માટે સ્થળોનો સર્વે કરી લીધો છે. આ વાવેતર ખેડૂતો સાથે કરાર દ્વારા કરવામાં આવશે. આસામ, ત્રિપુરા અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં રૂચી સોયા પોતાના પ્રોસેસિંગ યુનિટ સ્થાપશે અને પામની ખરીદીની ગેરન્ટી આપવામાં આવશે.

    આ રાજ્યોમાં પામ તેલના વાવેતર કરવામાં આવશે

    કંપનીના જણાવ્યા અનુસાર, પતંજલિની આ યોજના ઉત્તર પૂર્વમાં પામતેલનું વાવેતર કરાવવાની છે. આ માટે તે આસામ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર સહિત અન્ય રાજ્યોમાં જગ્યા જોવામાં આવી છે. સર્વે પૂર્ણ થયો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંદામાન, ગુજરાત, ગોવા, આંધ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં છૂટાછવાયા ઓઈલ પામ વાવેતર છે.

    રૂચી સોયાનો આવી રહ્યો છે FPO

    પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યોગ ગુરુ રામદેવ પામના વાવેતર ક્યારે શરૂ કરશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, રૂચી સોયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પછી શરૂ કરી શકાય છે, હાલમાં કંપની FPO દ્વારા રોકાણકારો પાસેથી ધન ભેગુ કરવાની પ્રક્રિયામાં છે.

    પરિણામે, પતંજલિ આયુર્વેદ રૂચી સોયામાં રૂ .4,300 કરોડનો હિસ્સો વેચી રહ્યું છે. રામદેવે જણાવ્યું હતું કે, વેચાણમાંથી ઉભા થયેલા નાણાંનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરવામાં આવશે. તેમણે સૂચવ્યું હતું કે, ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતા વાવેતરને રુચી સોયા દ્વારા સ્થાપિત પ્લાન્ટ્સને પ્રોસેસિંગ દ્વારા ટેકો આપવામાં આવશે, કારણ કે પામની કાપણીના 48 કલાકની અંદર તેલની પ્રક્રિયા કરવાની હોય છે.
    Published by:kiran mehta
    First published: