બાબા રામદેવની પતંજલિ લોન્ચ કરશે સ્વદેશી જીન્સ, પેક્ડ દૂધ સાથે ઘણું બધું

 • Share this:
  બાબા રામદેવની પતંજલિએ ઘણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ કહ્યું છે કે નાણાંકીય વર્ષ 2018 થોડું નિરાશ કરનારૂં રહ્યું. કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે ભવિષ્યમાં પતંજલિની ગ્રોથ રેટમાં વધારો થશે અને કંપની વર્ષ 2022 સુધી 50 હજાર કરોડ રૂપિયાના ટાર્ગેટને પુરો કરશે. બાલકૃષ્ણ પ્રમાણે કપડા ઉદ્યોગનું તમામ કામ નોએડાથી થશે. જેના માટે એક ટીમ બનાવવામાં આવી છે. કપડા બનાવવાનું કામ થર્ડ પાર્ટી પાસે કરાવવામાં આવશે. પતંજલિ શરૂવાતમાં કપડાના 100 એક્સક્લૂઝિવ શો રૂમ ખોલશે.

  આ નવી પ્રોડક્ટને લોન્ચ કરવાની તૈયારી

  - બાબા આ વર્ષે શુદ્ધ સ્વદેશી જીંસ લોન્ચ કરશે.
  -કપડાના 100થી વધારે સ્વદેશી સ્ટોર ખોલવામાં આવશે.
  - તે પેકેટવાળું દૂધ પણ બજારમાં લાવવાની તૈયારી કરી રહ્યાં છે.

  કપડાના શો રૂમમાં શું હશે?

  પહેલા પણ રામદેવ બાબાએ આ અંગે જણાવતા કહ્યું કે, ' પરિધાનમાં 3000 જેટલી વસ્તુઓ હશે. જેમાં બાળકોના કપડા, યોગની ડ્રેસ, સ્પોર્ટ્સવેર, ટોપી, જૂતા, ટુવાલ, ચાદરો મળશે. આ ઉપરાંત પણ ઘણું બધું હશે.'

  જીન્સ હશે ખાસ

  પતંજલિનો કપડાનો શો રૂમ ખુલે તે પહેલા જ તેના જીન્સ અંગે વાતો શરૂ થઇ ગઇ હતી. બે વર્ષ પહેલા આચાર્યએ કહ્યું હતું કે મહિલાઓ માટે અમારી જીન્સ ભારતીય કલ્ચર પ્રમાણે અને આરામદાયક બનાવીશું. આચાર્યે આ અંગે કહ્યું કે, 'જીંસ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે. વિદેશી વસ્તુઓમાં આપણે બે રસ્તા અપનાવી શકીએ છીએ એક તો આપણે તેમનો બહિષ્કાર કરીએ અને બીજૂ આપણે તેને પોતાની રીતે સ્વિકારી લઇએ. જીન્સ લોકો વચ્ચે ઘણું પ્રચલિત બની ગયું છે. તો હવે તેને સ્વદેશી બનાવી દઇશું, તેની સ્ટાઇલ, ડિઝાઇન અને કપડું બધું જ ભારતીય રીતમાં ઢાળી દઇશું.'
  Published by:Kaushal Pancholi
  First published: