વિદેશી કંપનીઓને ટક્કર આપવા માટે બાબા રામદેવની નવી જાહેરાત

News18 Gujarati
Updated: January 16, 2018, 2:42 PM IST
વિદેશી કંપનીઓને ટક્કર આપવા માટે બાબા રામદેવની નવી જાહેરાત

  • Share this:
વિદેશી કંપનીઓને ટક્કર આપીને બાબા રામદેવે નવી જાહેરાત કરી છે. એફએમસીજી કારોબારમાં દુનિયાની મોટી કંપનીઓથી આગળ આવ્યા બાદ હવે યોગગુરૂ રામદેવ બાબાની કંપની પતંજલિ આયુર્વેદે ઈ-કોમર્સમાં ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે.

કંપનીએ પોતાના ઉત્પાદનોને વેચવા માટે ઈ-રિટેલર એમેઝોન અને ફ્લિપ કાર્ટની સાથે કરાર કર્યો છે.

બાબા રામદેવે પોતાની આ યોજનાને 'હરિદ્વારથી હર દ્વાર તક' એવું સ્લોગન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ગ્રાહક પતંજલિના ઉત્પાદન એમેઝોન, ફ્લિપકાર્ડ. પેટીએમ મોલ,ગ્રોફર્સ અને બિગબાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઈન પોર્ટલ પર મળશે. આ કંપનીએ ઉપરાંત તે શોપક્લૂઝ તથા નેટમેઈડ્સ પર પણ મળશે. પતંજલિની ઈ કોમર્સ વેબસાઈટ www.patanjaliayurved.net નામથી છે.

દરરોજ 10 લાખ ઓર્ડરની આશા
-સ્પષ્ટ છે કે એફએમસીજી માર્કેટમાં ધૂમ મચાવ્યા પછી ઈ-કોમર્સ ક્ષેત્રમાં આવવાથી પતંજલિનું ક્ષેત્ર ઘણું વધી જશે.
-દિલ્હીમાં થયેલ એક કાર્યક્રમમાં બાબા રામદેવ અને લાલકૃષ્ણ ઉપરાંત એમેઝોન,ફ્લિપકાર્ટ,ગ્રોફર્સ સહિત અન્ય મુખ્ય ઈ-રિટેલર પણ શામેલ છે.-આ કાર્યક્રમમાં બાબા રામદેવે કહ્યું કે ઓનલાઈન દ્રારા સામાન્ય માણસો સરળતાથી પોતાની પારંપરિક ઉત્પાદનોને મેળવી શકશે.
-પતંજલિના આયુર્વેદના પ્રમુખ બાલકૃષ્ણે કહ્યું કે પતંજલિ રોજના 10 લાખથી વધારેના ઓર્ડર પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.
First published: January 16, 2018
વધુ વાંચો
अगली ख़बर