બાબા રામદેવના પતંજલીમાં 50 હજાર પદો માટે ભરતી, આવી રીતે કરો એપ્લાય

News18 Gujarati
Updated: June 21, 2018, 4:41 PM IST
બાબા રામદેવના પતંજલીમાં 50 હજાર પદો માટે ભરતી, આવી રીતે કરો એપ્લાય

  • Share this:
Patanjali Jobs 2018: 12મું ધોરણ પાસ બેરોજગાર યુવાનો માટે ખુશખબરી છે. યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલીએ 50 હજાર પદો પર ભર્તી શરૂ કરી છે. આ ભર્તી સેલ્સમેન પદ માટે છે. પતંજલીને ફૂડ (આટા, રાઈસ, જ્યૂસ, ઓઈલ, બિસ્કિટ) પર્સનલ કેયર, હોમ કેયર અને આસ્થા-પૂજા સામગ્રી ડિવિઝનમાં સેલ્સમેનની જરૂરત છે. પતંજલી દ્વારા દેશના તમામ જીલ્લામાં 40-50 સેલ્સમેન જોઈએ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર નીચે આપેલ જાણકારીને વાંચી એપ્લાય કરી શકે છે.

પદનું નામ - સેલ્સમેન
પદની સંખ્યા - 50000

શૈક્ષણિક લાયકાત
પતંજલી કંપનીમાં સેલ્સમેનના પદ માટે અરજી કરવા માટે કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ જરૂરી છે. જોકે, આ પદ માટે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર પણ અરજી કરી શકે છે. આ સિવાય એફએમસીજીમાં 1 થી 2 વર્ષના અનુભવીને અગ્રીમતા આપવામાં આવશે.

સેલરીપસંદ કરવામાં આવેલ ઉમેદવારને પતંજલી રૂ. 8000 થી 15000 મહિને સેલરી આપશે.

અરજીની છેલ્લી તારીખ
આ પદો માટે 22 જૂન સુધી અરજી કરી શકાશે. પતંજલી દ્વારા સિલેક્શન અને ટ્રેનિંગ માટે શિબિર 23 જૂન થી 27 જૂન સુધી રાખવામાં આવશે.

આવી રીતે કરો એપ્લાય
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારે જીલ્લાના પતંજલી પ્રભારી/એ.એસ.એમનો સંપર્ક કરવો. રજિસ્ટ્રેશન માટે તમારે કોઈ ફી ચુકવવાની નહીં રહે, કારણે કે આ નિ:શુલ્ક રહેશે.
First published: June 21, 2018, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading