Home /News /business /

અજીમ પ્રેમજીને ફોર્બ્સ ઈન્ડીયાએ આપ્યો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

અજીમ પ્રેમજીને ફોર્બ્સ ઈન્ડીયાએ આપ્યો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

ફોર્બ્સ લીડરશીપ એવોર્ડ 2018

નવ અલગ-અલગ કેટેગરીમાં એવા ભારતીય ઉદ્યોગપતિઓ અને સીઈઓને આના માટે પસંદ કરવામાં આવ્યા છે,

    ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજીને ફોર્બ્સ ઈન્ડીયાએ લાઈફ ટાઈમ એચીવમેન્ટના એવોર્ડ માટે પસંદ કર્યા છે. આ પુરસ્કાર 22 નવેમ્બરે સાંજે 7 કલાકે મુંબઈમાં આપવામાં આવશે. નવ અલગ-અલગ કેટેગરીમાં એવા ભારતીય ઉદ્યોગપતિઓ અને સીઈઓને આના માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમણે બિઝનેસના માધ્યમથી સમાજ પર સકારાત્મક રીતે ઊંડી અસર છોડી છે. આ પુરસ્કાર વિજેતાઓમાં સ્ટાર્ટ-અપ કંપનીઓથી લઈ મિડ-સાઈજ અને મલ્ટી નેશનલ કંપનીઓ પણ સામેલ હોય છે.

    ફોર્બ્સ ઈન્ડીયા લીડરશીપ એવોર્ડ જીતનારા ઉદ્યોગપતિઓએ એ રીતે કામ કર્યું કે, તેમને વર્ષે દહાડે સફળતા મળી છે. ફોર્બ્સ ઈન્ડીયાના એડિટર બ્રાયન કારવલોએ કહ્યું કે, ફોર્બ્સ ઈન્ડીયા લીડરશીપ એવોર્ડ રાષ્ટ્રનું નિર્માણ કરનારા અને સકારાત્મક ફેરફાર લાવવાવાળા ઉદ્યોગપતિઓને શોધે છે.

    અજીમ પ્રેમજી સાથે-સાથે વિવેક ચાંદ સહગલને ઈંટરપ્રેન્યોર ફોર ધ યર 2018 એવોર્ડ આપવામાં આવ્યો છે. બાકી જે બિઝનેસમેનોની પસંદગી કરવામાં આવી છે, તેમાં આઉટસ્ટેડિંગ સ્ટાર્ટ-અપ - આર નારાયણ Power2SME, જેન-નેક્સ્ટ ઈંટરપ્રેન્યોર - અડાર સાઈરસ પૂનાવાલા - સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા, ઈટરપ્રેન્યોર વિદ સોશલ ઈમ્પેક્ટ - ગાયત્રી વાસુદેવન - લેબરનેટ, કોન્સિયસ કેપિટલિસ્ટ કંપની ફોર ધ યર - નારાયણા હેલ્થ, બેસ્ટ સીઈઓ - મલ્ટીનેશનલ કંપની - સંજીવ મહેતા - હિન્દુસ્તાન યૂનીલીવર લિમિટેડ, બેસ્ટ કંપની - પબ્લિક સેક્ટર - સૌરભકુમાર - એનર્જી એફિશિયન્સી સર્વિસિઝ લિમિટેડ, બેસ્ટ સીઈઓ - પ્રાઈવેટ સેક્ટર - રાજીવ જૈન - બજાજ ફાયનાન્સ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Azim premji, Businessmen, Forbes India, Given, Lifetime achievement award

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन