બજેટમાં જાહેરાતઃ 10 કરોડ ગરીબ પરિવારને વર્ષે 5 લાખનો હેલ્થ વીમો

News18 Gujarati | News18 Gujarati
Updated: February 1, 2018, 12:19 PM IST
બજેટમાં જાહેરાતઃ 10 કરોડ ગરીબ પરિવારને વર્ષે 5 લાખનો હેલ્થ વીમો
કૈશલેશ સારવાર માટે હોસ્પિટલ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન (TPA)થી જેટલી જલ્દી બને તેટલું કાર્યવાહી પૂરી કરવી પડશે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના ચીફ એંડરરાઇડટિંગ અને ક્લેમ, સંજય દત્તાએ કહ્યું કે ઇરડાના નવા દિશા નિર્દેશના કારણે કોરોના ક્લેમ પર ફટાફટ કાર્યવાહી કરવામાં તેજી આવશે.

  • Share this:
નવી દિલ્હીઃ 2018-19 માટે જાહેર કરવામાં આવેલા બજેટમાં કૃષિ અને સ્વાસ્થ્ય સેક્ટર પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાણા મંત્રી જેટલીએ સ્વાસ્થ્ય સેક્ટરમાં મોટી જાહેરાત કરતા ગરીબ અને નિર્બળ લોકોને વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં દેશના આશરે 40 ટકા લોકોને સ્વાસ્થ્ય વીમાનો લાભ મળશે. ત્રણ સંસદિય વિસ્તાર વચ્ચે એક મેડિકલ કોલેજ ખોલવામાં આવશે.

જેટલીએ કહ્યું હતું કે 'આયુષ્યમાન ભારત' સ્કિમ અતંર્ગત 10 કરોડ જેટલા ગરીબ પરિવારના 50 કરોડ જેટલા ગરીબ લોકોને તેનો લાભ મળશે. પરિવારને કોઈ બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં આ વીમા યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત સરકારે ટી.બી.ના રોગથી પીડાતા લોકો માટે રૂ. 600 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. ટીબીના દર્દીને દર મહિને રૂ. 500ની સહાય મળશે.

તમામ લોકોને અને ખાસ કરીને ગરીબો લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે સરકાર સોશિયલ સેક્ટકર પર ફોકસ કરતા 24 સરકારી મેડિકલ કોલેજ શરૂ કરશે.
First published: February 1, 2018, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading