Home /News /business /

Multibagger Stock: 52 સપ્તાહની નીચી સપાટીથી 120% ઉપર છે આ શેર! એક્સિસ સિક્યોરિટીઝ આપ્યું BUY રેટિંગ

Multibagger Stock: 52 સપ્તાહની નીચી સપાટીથી 120% ઉપર છે આ શેર! એક્સિસ સિક્યોરિટીઝ આપ્યું BUY રેટિંગ

એક્સિસ સિક્યોરિટીઝ

Multibagger stock: લાંબાગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને મોટો ફાયદો મેળવ્યો છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં તેમાં લગભગ 2,300 ટકા વધારો થયો છે.

મુંબઈ: બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝ (Axis Securities) પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ સ્ટોક (Persistent Systems Limited stock) પર 'બાય' રેટિંગ ધરાવે છે અને શેર દીઠ રૂ. 4,820ની ટાર્ગેટ પ્રાઈઝ પહોંચવા માટે તેની FY24Eની રૂ. 126.8/ શેરની કમાણી માટે 38x P/E ગુણાંક નક્કી કર્યો છે. પુણે ખાતે હેડક્વાર્ટર ધરાવતી કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને મલ્ટીબેગર વળતર (Multibagger Return) આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં શેરનો ભાવ રૂ. 1,960થી વધીને રૂ. 4,410.30 થયો હતો, આ સમયગાળામાં શેરધારકોને 125 ટકાથી વધુ વળતર મળ્યું હતું.

ગુરુવારે શેર અગાઉના રૂ. 4076.90ના બંધ સામે 5 ટકા વધી રૂ. 4287.85 પર બંધ રહ્યો હતો. રૂ. 32,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 5-દિવસ, 50-દિવસ અને 200-દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે. પરંતુ 20-દિવસ અને 100-દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઓછી છે. લાંબાગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને મોટો ફાયદો મેળવ્યો છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં તેમાં લગભગ 2,300 ટકા વધારો થયો છે.

બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


એક્સિસ સિક્યોરિટીઝે નોંધ્યું હતું કે, વિશ્વની અગ્રણી બ્રાન્ડ્સ સાથે કંપનીના મલ્ટીપલ લોંગ ટર્મ કરારોએ લાંબાગાળાની વિઝીબિલીટી પ્રદાન કરવા સાથે તેની વ્યવસાય સ્થિતિસ્થાપકતાને પણ પ્રોત્સાહન આપ્યું છે.

તેણે જણાવ્યું કે, "જ્યારે વેચાણમાં ટ્રેક્શન અને ડીલની જીત મજબૂત બની રહી હતી, ત્યારે લાર્જ ડીલ પાઇપલાઇને પણ તેનું પોઝિટિવ વલણ દાખવ્યું હતું. Q4FY22 માટે કુલ TCV $361 Mn હતો અને કંપનીને અપેક્ષા છે કે સ્વસ્થ ડીલ જીતવાની ગતિ અને IP આવક માટે મજબૂત સિઝનલિટી FY23ની કામગીરીમાં મદદ કરશે.”

આ પણ વાંચો: આ માઇક્રોકેપ શેરમાં રોકાણ કરનારા એક જ મહિનામાં થયા માલામાલ

બ્રોકરેજ હાઉસે વધુમાં ઉમેર્યું હતું કે, મજબૂત ડીલ પાઈપલાઈન અને સર્વિસીસ વર્ટિકલ તેમજ એલાઈડ બિઝનેસમાં મજબૂત આવક વૃદ્ધિ વેગ કંપનીને તેના સાથીદારોની તુલનામાં ઉચ્ચ વૃદ્ધિનો માર્ગ પ્રદાન કરવામાં સક્ષમ બનાવશે. મિડ-ટાયર આઇટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં આવકમાં 42 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. જ્યારે તેણે રૂ. 200.9 કરોડના ચોખ્ખા નફામાં 45.9 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.

આ પણ વાંચો: સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, જાણો સોનું રેકોર્ડ કિંમતથી કેટલું દૂર?

કંપનીએ શું કહ્યું?


પર્સિસ્ટન્ટના ચીફ એક્ઝિક્યુટિવ સંદીપ કાલરાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, કંપની હવેથી ચારથી છ ક્વાર્ટરમાં USD 1 બિલિયનની આકાંક્ષાને સાકાર કરવા જોઈ રહી છે, જેનો અર્થ છે કે તે સપ્ટેમ્બર સુધીમાં પ્રતિ ક્વાર્ટરની આવક USD 250 મિલિયનને પહોંચી જશે. કાલરાએ જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં કંપની દ્વારા બાંધવામાં આવેલા ત્રણ એક્વિઝિશનમાંથી માત્ર USD 4.7 મિલિયન આવ્યા હતા અને ઉમેર્યું હતું કે મોટાભાગની આવક ઓર્ગેનિક છે.
First published:

Tags: Axis Securities, Investment, Multibagger Stock, Stock tips

આગામી સમાચાર