Home /News /business /

Budget 2022: બજેટના કારણે આ સ્ટોક્સમાં આવી શકે તોફાની તેજી, જાણો શું કહે છે Axis Securities

Budget 2022: બજેટના કારણે આ સ્ટોક્સમાં આવી શકે તોફાની તેજી, જાણો શું કહે છે Axis Securities

બજેટ હોટ સ્ટૉક્સ

Axis securities hot picks: નાણાં મંત્રી અર્ફોડેબલ હાઉસિંગ સાથે જોડાયેલી સ્કિમની જાહેરાત કરી શકે છે. જો આમ થાય તો હાઉસ હોલ્ડ ટ્યુબરેબલ સેંગમેન્ટથી જોડાયેલાં સ્ટોક્સમાં જોશ આવતો જોવા મળે તેવી આશા છે.

  નવી દિલ્હી: ઘણા સમયથી શેરબજારમાં આવેલા કડાકા (Indian share market)ના કારણે રોકાણકારો નિરાશ છે. આવી સ્થિતિમાં બજેટના કારણે અમુક સ્ટોકને ભરપૂર ફાયદો થઈ શકે તેવી શક્યતા પણ છે. એક્સિસ સિક્યોરિટીઝ (axis securities)ના કહેવા પ્રમાણે આગામી બજેટ 2022 (Budget 2022)માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ મટિરિયલ (Building material) અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરને લઇને સારા સમાચાર મળી શકે છે. આ સિવાય રિયલ એસ્ટેટ સેક્ટર (Real estate sector) પર સરકારનું ધ્યાન રહી શકે છે. નાણાં મંત્રી અર્ફોડેબલ હાઉસિંગ (Affordable housing) સાથે જોડાયેલી સ્કિમની જાહેરાત કરી શકે છે. જો આમ થાય તો હાઉસ હોલ્ડ ટ્યુબરેબલ સેગમેન્ટથી જોડાયેલાં સ્ટોક્સમાં જોશ આવતો જોવા મળે તેવી આશા છે.

  આ કંપનીઓને ફાયદો

  એક્સિસ સિક્યોરિટીઝે આગળ જણાવ્યું કે, રોડ અને કન્સ્ટ્રક્શન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનાં કામકાજ પર સરકારનું ધ્યાન વધવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ મટિરિયલ સાથે જોડાયેલી કંપનીઓને ફાયદો થશે. જેમાં સિમેન્ટ અને ટાઇલ્સ બનાવવાવાળી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

  એક્સિસ સિક્યોરિટીઝનું કહેવું છે કે,આ બજેટથી મારુતિ સુઝુકી (Maruti Suzuki), મિંડા કોર્પ (Minda Corp) પોલીકેબ ઈન્ડિયા (Polycab India), કેનફિન હોમ્સ (Canfin Homes), SBI Life, KNR Constructions, એચજી ઈન્ફા, વેલસ્પન ઈન્ડિયા (Welspun India ) અને દાલમિયા ભારત(Dalmia Bharat) જેવી કંપનીઓને બુસ્ટ મળી શકે છે. તો બીજી બાજુ એવી કંપનીઓ પણ છે જેના માટે બજેટમાં નકારાત્મક સમાચાર આવી શકે છે, જેમાં ITC, ગોડફ્રે ફિલિપ(Godfrey Phillip), અને VST ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

  દિગ્ગજોની નજર બજેટ પર

  આ રિપોર્ટમાં વધુમાં કહેવામા આવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં શેર માર્કેટની નજરમાં યુનિયન બજેટનું એટલું મહત્વ નથી રહ્યું, કારણ કે, હવે સરકાર બજેટની બહાર અને તેના પછી પણ મોટા નિર્ણયો લઇ રહી છે. છતાં પણ આગળની દિશાનો અંદાજો લગાવવામાં સરળતા રહે તે માટે બજારના દિગ્ગજોની નજર બજેટ પર ટકી રહે છે.

  આ પણ વાંચો: Multibagger stock: 340% રિટર્ન આપનાર આ ટેક્સટાઇલ શેર પર ICICI Securities બુલિશ, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો

  કેવી હશે બજેટ?

  એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે, યુનિયન બજેટ 2022-23 ગ્રોથ ઓરિયેન્ટેડ રહેવાની આશા છે. 5 રાજ્યોમાં ચૂંટણી (Election) થઈ રહી છે જેનું પરિણામ આ બજેટ પર જોવા મળશે. એક્સિસ સિક્યોરિટીઝે આગળ કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાથી ઇકોનોમી (Economy) ગ્રોથને વધુ પુશ મળશે. આગામી બજેટમાં નાણાં મંત્રીનું ધ્યાન ડિફેન્સ, રેલવે, રોડ ઇન્ફ્રા ડેલવપમેન્ટ પર રહે તેવી આશા છે. આ ઉપરાંત બજેટમાં આત્મનિર્ભર ભારત અને પીએલઆઈ(PLI) સ્કીમને વધુ મહત્વ મળી શકે છે.

  (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
  First published:

  Tags: Budget 2022, Investment, Stock tips, એસબીઆઇ

  આગામી સમાચાર