Home /News /business /

Share Market: Axis Securitiesના આ સ્ટોકમાં આવી તેજી, બિગ બુલના પોર્ટફોલિયોમાં પણ છે સામેલ

Share Market: Axis Securitiesના આ સ્ટોકમાં આવી તેજી, બિગ બુલના પોર્ટફોલિયોમાં પણ છે સામેલ

મલ્ટીબેગર સ્ટૉક

SAIL stock: આ લાર્જ-કેપ શેરે છેલ્લા 12 મહિનામાં તેના શેરધારકોને 60 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં શેરનો ભાવ રૂ. 66થી વધીને રૂ. 108 પર પહોંચ્યો હતો. આ સમયગાળામાં લગભગ 64 ટકા વળતર મળ્યું હતું.

મુંબઈ: બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝે (Axis Securities) સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (Steel Authority of India Ltd (SAIL))નું કવરેજ શરૂ કર્યું છે, જે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોનો એક ભાગ પણ છે. તે પ્રતિ શેર પર 150 રૂપિયાના ભાવ સાથે 'બાય' રેટિંગ ધરાવે છે, જે વર્તમાન બજાર કિંમત કરતાં 40 ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે. આ શેર શુક્રવારે બપોરે 12:50 વાગ્યે NSE પર 104.25 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આ લાર્જ-કેપ શેરે છેલ્લા 12 મહિનામાં તેના શેરધારકોને 60 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં શેરનો ભાવ રૂ. 66થી વધીને રૂ. 108 પર પહોંચ્યો હતો. આ સમયગાળામાં લગભગ 64 ટકા વળતર મળ્યું હતું.

બ્રોકરેજનો અભિપ્રાય

બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે, ચીનમાં ઘટતી માંગના કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય અને ચીન સ્ટીલની નિકાસ ઘટાડે તેવી શક્યતા છે. આશા છે કે, H2FY22માં સ્ટીલ માર્જિન દબાણ હેઠળ આવી શકે છે. જે H2FY22 પછી રિકવર થવાની સંભાવના છે અને સાઇકલ સરેરાશથી ઉપર રહેશે. તાજેતરના અહેવાલ મુજબ, CY22માં સ્ટીલની ઊંચી કિંમતની સાઇકલ ટકાવી રાખવાથી કંપનીને વધુ ડિલિવી કરવામાં અને નફો વધારવામાં મદદ મળશે.

રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા સપ્ટેમ્બર 2021 સુધીમાં કંપનીમાં 7,25,00,000 શેર અથવા 1.76 ટકા હિસ્સો ધરાવતા હતા. જે એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન 1.39 ટકા હતો. ઝુનઝુનવાલાએ જૂન 2021ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં મેટલ સ્ટોક્સ તેમના પોર્ટફોલિયોમાં ઉમેર્યા હતા. માર્ચ ક્વાર્ટરમાં તેમની પાસે કોઈ હિસ્સો નહોતો.

કંપનીનો નફો

કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4,338.75 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 10 ગણાથી વધુનો ઉછાળો દર્શાવે છે. એક વર્ષ અગાઉના ગાળામાં નફો રૂ. 436.52 કરોડ હતો. કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 58 ટકા વધીને રૂ. 27,007 કરોડ થઈ છે.

આ ક્વાર્ટર દરમિયાન કંપનીનો ખર્ચ રૂ. 21,304.64 કરોડ રહ્યો હતો. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 16,733.29 કરોડ હતો. કંપનીના બોર્ડે ચાલુ નાણાંકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 4ના વચગાળાના ડિવિડન્ડને પણ મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના બે મોટા શેરોમાં વધાર્યુ રોકાણ, આ કંપનીમાં ઘટાડ્યું

Marketsmojo અનુસાર શેર તેના સરેરાશ ઐતિહાસિક મૂલ્યાંકન કરતાં ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેનું મૂલ્યાંકન ખૂબ જ આકર્ષક છે. જોકે, સંસ્થાકીય રોકાણકારોએ અગાઉના ક્વાર્ટરની તુલનામાં તેમનો હિસ્સો 2.74 ટકા ઘટાડ્યો છે અને સામૂહિક રીતે કંપનીનો 17.91 ટકા હિસ્સો ધરાવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Rakesh jhunjhunwala, Share market, Stock market

આગામી સમાચાર