Axis Bank Result Review: પરિણામો બાદ હવે રોકાણકારોએ શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા? જાણો શું છે બ્રોકરેજ હાઉસની સલાહ
Axis Bank Result Review: પરિણામો બાદ હવે રોકાણકારોએ શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા? જાણો શું છે બ્રોકરેજ હાઉસની સલાહ
એક્સીસ બેન્ક શેર પ્રાઈઝ
Stock Market : મજબૂત ત્રિમાસિક પરિણામો બાદ હવે રોકાણકારોના મનમાં એક્સિસ બેંક (Axis Bank) ના શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા? તે વાતની ઉત્સુકતા રહેશે. તો ચાલો એક્સિસ બેંકમાં હવે હાલના તબક્કે શું કરવું ?
Axis Bank Result Review : નાણાંકીય વર્ષ 2021-22ના અંતિમ ત્રિમાસિકગાળાના પરિણામોની સીઝન શરૂ થઈ ગઈ છે. ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક એક્સિસ બેંકે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો 54 ટકા વધીને રૂ. 4117.8 કરોડ થયો છે. બેંકે તેના રોકાણકારોને શેર દીઠ રૂ 1ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
મજબૂત ત્રિમાસિક પરિણામો બાદ હવે રોકાણકારોના મનમાં એક્સિસ બેંકના શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા? તે વાતની ઉત્સુકતા રહેશે. તો ચાલો એક્સિસ બેંકમાં હવે હાલના તબક્કે શું કરવું ? તે અંગે મોટી બ્રોકરેજ કંપનીઓનો શું અભિપ્રાય છે? તે અંગે જાણીએ.
પ્રભુદાસ લીલાધર
બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરે કહ્યું છે કે, નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં ઓછી પ્રોવિઝન (જોગવાઈ)ને કારણે એક્સિસ બેંકનો નફો વધ્યો છે, પરંતુ આવક-કમાણી મિશ્ર રહી છે. તેણે બેંકને Buy રેટિંગ આપ્યું છે પરંતુ ટાર્ગેટ પ્રાઈસમાં ઘટાડો કર્યો છે. એટલે કે રોકાણકારો તેના શેર ખરીદી શકે છે. નોંધમાં બ્રોકરેજ હાઉસે જણાવ્યું છે કે રિટર્ન ઓન ઇક્વિટી(RoE) 16 ટકા રહેવાનું અનુમાન મધ્યમ ગાળામાં હાંસલ કરવાની શક્યતા ઓછી લાગે છે કારણ કે માર્જિન રિકવરીમાં વધુ સમય લાગી શકે છે. આ ઉપરાંત ઓપરેટિંગ ખર્ચ પણ વધુ રહી શકે છે. તેથી તેનો લક્ષ્યાંક 975 રૂપિયાથી ઘટાડીને 940 રૂપિયા કરવામાં આવ્યો છે.
મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસ્વાલના વિશ્લેષકોના મતે એક્સિસ બેંકે આવકમાં તીવ્ર વૃદ્ધિ સાથે સરેરાશ પ્રદર્શન સારૂં રહ્યું છે. ચોથા ક્વાર્ટરમાં બેંકે ઓછી જોગવાઈ કરવી પડી હતી. માર્જિનમાં ઘટાડો થયો હોવા છતાં એસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે. બ્રોકરેજ ફર્મને અપેક્ષા છે કે ક્રેડિટ કોસ્ટ સતત સુધરતી રહેશે. જોકે માર્જિન અને કોસ્ટ રેશિયોમાં સુધારો મુખ્ય માપદંડ રહેશે, જેના પર અમારી નજર છે. મોતીલાલ ઓસવાલે આ શેરમાં રૂ. 930 પ્રતિ શેરના લક્ષ્યાંક સાથે Buy રેટિંગ જાળવી રાખ્યું છે.
મોર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેન્લીએ એક્સિસ બેંક માટે ઓવરવેઈટના રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઈસ રૂ. 910 પ્રતિ શેર નક્કી કર્યો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, ચોથા ક્વાર્ટરમાં બેંકનો નફો અપેક્ષા કરતાં વધુ રહ્યો છે. ઓછી ક્રેડિટ કોસ્ટ પર બેંકનું રોકાણ ચાલુ રહેવાની અપેક્ષા છે.
બ્રોકરેજ ફર્મ બેંક ઓફ અમેરિકા મેરિલિંચ (BofA-ML)એ પણ ખાનગી બેંકને Buy રેટિંગ આપ્યું છે અને તેનો લક્ષ્યાંક રૂ. 900 પ્રતિ શેર નક્કી કર્યો છે. તેમનું કહેવું છે કે, રિટેલ અને SME સેગમેન્ટમાં ધિરાણનો દર વધ્યો છે. એનપીએ (NPA)માં ઘટાડાને કારણે બેંકને ઓછી જોગવાઈ કરવી પડી હતી, જેના કારણે નફો વધ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર